________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૩૩ મહાન બનનારાં, પ્રતિભાશાળી સાથ્વીરને આગળ વધારવાને માટે કઈ ને કઈ પગલાં જરૂર ભરવાં જોઈએ. તેમને પાયામાંથી જ એવું મજબૂત જ્ઞાન આપવામાં આવે, જેના સુદઢ સહારે સંયમની ઇમારત સદાય અવિચલિત રહે. તેમના અભ્યાસ આદિની યેગ્ય સગવડ કરીને તેમને આગળ વધવાનું પ્રોત્સાહન આપવું જોઈએ. તેમને આગળ વધારવાને માટે વડીલેએ પણ થેડી ઉદારતા રાખવી જોઈએ. ઈર્ષ્યા અને પોષદર્શન સ્ત્રી જાતિની નબળાઈ છે. બીજના ઉત્કર્ષ અને ઉન્નતિને જોઈને જે રાજી થાય છે, વખાણ કરે છે, તેઓ પિતે પણ એ કક્ષા સુધી ક્યારેક તે પહોંચી જવાને સમર્થ હોય છે. પરંતુ જેઓ બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષ્યાથી બળે છે, તેઓ પિતે તે હંમેશાં સંતપ્ત રહે જ છે, આજુબાજુના વાતાવરણમાં પણ ઈર્ષ્યા અને દેશનું ઝેર ઘોળીને એને કડવું બનાવી મૂકે છે. એ કારણે કેટલીય પ્રતિભાસંપન્ન, સુગ્ય, સુશીલ સાધ્વીઓની પ્રગતિ રૂંધાઈ જાય છે. એટલે સાધ્વીવર્ગના ઉત્થાન માટે ઈર્ષા અને પરદોષદર્શનથી યેજને દૂર રહેવું આવશ્યક છે. . વર્તમાન યુગમાં સાધ્વીજીનો સંગ સ્ત્રીઓને માટે વધુ જરૂરી
આજની નારી વેશભૂષા, વિચાર અને આચારમાં આધુનિક અને સ્વચ્છદ બનતી જઈ રહી છે. નારી-સ્વતંત્રતાને નામે નારીનું શેષણ કંઈક વધારે જ થઈ રહ્યું છે. સ્ત્રી જાતિ પર જેટલા અત્યાચાર આજે થઈ રહ્યા છે, એટલા કદાચ પહેલાં કયારેય નહીં થયા હોય. દિવસે-દિવસે છેડતી, બળાત્કાર, શીલભંગના બના વધતા જાય છે. જાહેરાતને બહાને સ્ત્રીશરીરનું ખુલ્લેઆમ પ્રદર્શન થઈ રહ્યું છે. સદાચાર અને સુસંસ્કારોની હોળી થઈ રહી છે. એનું મુખ્ય કારણ એ જ છે કે સ્ત્રીવર્ગમાં પણ ફેશન અને આધુનિકતાને ચસ્કો લાગવાને કારણે ધર્મની અભિરુચિ ઓછી થતી જઈ રહી છે. ઘરમાં પણ અભક્ષ્ય-અપેયને છૂટથી ઉપયોગ થવા માંડ્યો છે, વેશભૂષામાં પણ મર્યાદાનો લેપ થતો જાય છે. આને ઉન્નતિ કહીએ કે અવનતિ ? આને માટે કેણ અવાજ ઉઠાવે? કેણ સમજાવે ? કેણ પ્રેરણું આપે? આજે કન્યાનાં માતાપિતા પણ તેના સદાચાર અને શીલની ગેરેન્ટી દઈ શકે તેમ નથી. આ વિકટ પરિસ્થિતિમાં એ અવશ્યક થઈ ગયું છે કે આચારસંપન્ન, નિર્મળ સંયમધારી, સુગ્ય, સમર્થ સાધ્વીગણ શ્રાવિકા વર્ગની લગામ પિતાના હાથમાં લઈને તેમનું જીવન સમારે અને જૈન શાસનની ગૌરવ ગરિમાને અક્ષુણ રાખે. કયારેક-ક્યારેક વિચાર આવે છે કે જો અત્યારે કંઈ નહીં કરવામાં આવે, તે સંસ્કારથી પિલા બનેલા સમાજની ભાવી પેઢી કેવી હશે ? એટલે શાસનના ભાવી કર્ણધારોની માતા સ્ત્રી જાતિને સંસ્કારને એ વૈભવ મળે કે જેનો ખજાને પિતાના પરિવાર અને સંતાનમાં લૂંટાવવા છતાંયે કયારેય ખાલી ન થાય. બસ, એ રીતે સાધ્વી સમુદાય શ્રાવિકાઓમાં જ્ઞાન અને સુસંસ્કારોની જ્યોતિ જલાવીને સદાકાળ આ શાસનને આલેકિત કરતે રહે, એ જ મંગળ કામના.
શા. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org