________________
શાસનનાં શ્રમણીરત્નો |
[ ૩૧ – આ શરીરને જેટલું કષ્ટ આપશે, એટલું જ વધારે ફળ મળશે–આ જ સિદ્ધાંતને જીવનસૂત્ર બનાવીને સાધુ-સાધ્વી અનુકૂળતાને ઠુકરાવે છે અને પ્રતિકૂળતાને અપનાવે છે.
કહેવામાં આવ્યું છે કે અનુકૂળતામાં મસ્ત રહેશો તે સંસારમાં ડૂબી જશે, પ્રતિકૂળતામાં પણ મસ્ત રહેશે તે સંસારથી તરી જશે.
“અણુહો સંસારો, પડિલેહ તરસ ઉત્તા ' મેં ઘણા એવા સાધ્વગણને જોયા છે જે જાતજાતની સ્વાદિષ્ટ ભજનસામગ્રી ઉપલબ્ધ હોવા છતાંય આજીવન ફળ, મેવા, મીઠાઈનો ત્યાગ કરીને ફક્ત દાળ-રોટલી ગ્રહણ કરે છે. મેં એવી સાધ્વીજી વિશે પણ સાંભળ્યું છે જેમણે વર્ધમાન તપની ઘણું એાળીઓ માત્ર રોટલી અને કરિયાતાથી કરી છે. ઘણાં એવાં સાધુ-સાધ્વી પણ છે, જેમણે આજીવન લીલાં શાકભાજીને પણ ત્યાગ કર્યો છે. ઘણાં એવાં સાધ્વીજીને પણ જોયાં છે, જેઓ જીવનપર્યન્ત એકાશન કરતાં ત્રણ-ચાર દ્રવ્યો જ લે છે. જેઠ માસની ભીષણ ગરમીમાં ૨૫-૩૦ કિ. મી. વિહાર કરીને આવ્યા પછી આહારપાણીથી સહવતી સાધ્વીગણની ભક્તિ કરીને તેઓ પોતે એકાશન કરે છે. કેવી ઉદાત્ત ભાવના ! કેવી સેવાભાવના! કેવી પરોપકારિતા ! ખરેખર, એ તપ-ત્યાગ જોઈને મસ્તક શ્રદ્ધાથી નમી પડે છે અને પ્રેરણાનાં નવાં પરિમાણ ખૂલે છે.
મેં એવાં ઘણાં મહાન સાથ્વીરત્નને જોયાં છે, જેમણે કેન્સરની ભયાનક વ્યથાને પણ હસતાં-હસતાં સહન કરી છે. ૧૨ ભાવનાઓના ચિંતનથી શરીરની વ્યાધિને ભૂલીને આમિક પ્રસન્નતા અને સમાધિથી ઘણાને આશ્ચર્ય પમાડ્યું છે. સહિષ્ણુતાની સાક્ષાત્ મૂર્તિતુલ્ય એ સાધ્વીજી ભગવં તેને જોઈને એ જ લાગણી થાય છે કે કોઈ દિવ્ય શક્તિ પરમ આત્મબળ તેમને અદેશ્ય રૂપે મદદ કરી રહ્યું હશે. પ્રાણાન્ત વેદના અને પીડામાં પણ તેમની સંયમમાં દૂષણ ન લગાડવાની ભવ્ય ભાવના, આચારચુસ્તતા, ચિત્તપ્રસન્નતા, ધીરજ અને સમાધિ જોઈને મન કહી ઊઠે છે– બલિહારી છે એ જિનશાસનની, જ્યાં વિરલ વિભૂતિઓ ત્યાગ અને નિર્મળ સંચમને બળે એકેએક સંકટ પર વિજય પ્રાપ્ત કરતી આવી છે. ” આવું ઉત્કૃષ્ટ કેટિનું બળ, આવી સહિષ્ણુતા અને સમાધિ ટકાવી રાખવાનું સામર્થ્ય નિર્મળ સંયમની આરાધનાથી જ પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંશય નથી. આવા ત્યાગી, સંયમી, ધીરજવાન, મહાન સાધ્વીજીના ઉજજવળ આદર્શ આપણા જેવાઓને માટે અદ્ભુત પ્રેરણાદીપ પ્રગટાવે છે. શ્રાવિકા વર્ગનું શ્રદ્ધાકેન્દ્ર : સાધ્વી સમુદાય
શ્રાવિકા ઘર-દીવડી હોય છે. એ માતાના રૂપમાં સુસંસ્કારોના સિંચનથી પિતાનાં સંતાનનું જીવનનિર્માણ કરે છે, તે પત્નીના રૂપમાં પતિની પ્રેરણાસ્ત્રોત બનીને એને મહાન માણસ બનાવે છે. વહુના રૂપમાં સાસરિયામાં સુસંસ્કારોના દીપ પ્રગટાવીને ઘરનું વાતાવરણ ધર્મમય બનાવી શકે છે અને ગૃહિણીના રૂપમાં અભક્ષ્ય–અપેય પદાર્થોને ઘરમાં પ્રવેશ પણ નથી થવા દેતી. તેનું જીવન એટલું સુંદર હોય છે, જેથી ઘરમાં તેનું એવું પ્રભુત્વ હોય છે કે ઘરમાં એક પણ સભ્ય પ્રભુપૂજા કર્યા વિના મમાં પાણી પણ નથી નાખતો. નાનામાં નાનું બાળક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org