________________ ( 4 ) જયાનંદ કેવળી ચરિત્ર .. હે મંત્રી ! તમેએ આ સર્વ સ્વરૂપ નહીં જાણવાથી (મારાપર) ફોગટ ક્રોધ કર્યો અને આક્રોશ કર્યા, પરંતુ સર્વત્ર સમાન દષ્ટિવાળા મેં તે સર્વ સહન કર્યું છે. " આ પ્રમાણે મુનિના મુખેથી સાંભળીને તે શ્રાવક અને મંત્રીએ કહ્યું કે–“હે મુનિરાજ ! આ સર્વ તે અમે જાણ્યું, પરંતુ તમે માદક ગ્રહણ ન કર્યો, તેનું કારણ અમારા જાણવામાં આવ્યું નથી તે કહો. ત્યારે મુનિ બેલ્યા કે –“રાત્રિને સમયે દાસીઓ ઉત્તમ પદાર્થો વડે તે મોદક બનાવતી હતી, તે વખતે ચલાપર રહેલા ઘીના તાવડામાં ઉપર ઉલેચાદિક બાંધેલું નહીં હોવાથી ધૂમવડે વ્યાકુળ થયેલા ઉચે રહેલા સર્પના મુખમાંથી તીવ્ર વિષ તેમાં પડયું છે, તેથી તે મેદક વિષમય થયા છે, તેની કોઈને ખબર પડી નથી, અને મેં તો મારા આત્માના તથા સંયમના ઘાતક હોવાથી તે લીધા નથી.” આ પ્રમાણે મુનિના મુખેથી સાંભળી મંત્રીએ તત્કાળ તે મોદકે દાસી પાસે ત્યાં જ મંગાવ્યા, અને તપાસ કરતાં એક માદક પર બેઠેલી માખી મરવાની તૈયારીવાળી જેમાં તેણે વિચાર્યું કે–“અહા ! આ મુનિનું જ્ઞાન અદ્ભુત છે! આ વિષાદક ખાવાથી સમગ્ર કુટુંબ સહિત મારૂં મરણ થાત, તેનાથી આ મુનિએ મને બચાવ્યો છે. તો સેંકડો ઉપકાર કરીને પણ હું આ મુનિને અનુણી શી રીતે થઈ શકું ? અથવા તો આ મુનિ પોતે જ આખા વિશ્વના ઉપકારી છે, તેમનો ઉપકાર શું કરે? પછી મિત્ર શ્રાવકના કહેવાથી જેમ જીવને ઘાત ન થાય તેમ તે વિષાદકોને તે મંત્રીએ યતનાથી દાસીઓ પાસે પરઠવાવ્યા. પછી મંત્રીએ ભકિતથી નમસ્કાર કરી મુનિને કહ્યું કે “હે પૂજ્ય ! તમે અમારા પ્રાણદાતા છે તેથી તમે જ અમારૂં શરણ છે, તથા સર્વ પ્રાણીઓનું પણ શરણું તમે જ છે. આપે અમારા પર આ એક મોટે ઉપકાર કર્યો છે, તો હવે સમ્યગૂ ધર્મ બતાવીને અમારા મહરૂપી અંધકારને દૂર કરો.” મુનિ બેલ્યા કે–“હે મંત્રી ! સર્વ ધર્મને વિષે શ્રુત, શીળ અને દયાના ગુણવડે શ્રેષ્ઠ એક જૈનધર્મ જ ઈષ્ટ વસ્તુને આપનાર છે. તે ધર્મનું મૂળ તત્વને વિષે શ્રદ્ધા કરવી તે લક્ષણવાળું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust