________________
તેથી તે સારું સારું વહોરી લાવી તેને ખવડાવતા. કેટલાક દિવસો પછી પિતાના કાળધર્મ પામવાથી ગૌચરીને બન્ને અરણિક પર આવી પડ્યો. તેઓ ગૌચરી નીકળ્યા; પરન્તુ અત્યંત તાપને લીધે થાકીને એક વિશાળ હવેલી નીચે બેઠા. તે હવેલીમાં રહેતી એક પતિવિરહિની સ્ત્રીએ તેમને જોયા અને દાસી દ્વારા પોતાના આવાસમાં લાવ્યા. તે ખુબસુરત સ્ત્રીએ અનેક પ્રકારના ખાનપાન, હાવભાવથી મુનિને મેહિત બનાવી ચારિત્ર ભ્રષ્ટ કર્યા. મુનિ પ્રલેશનમાં આસક્ત બની તે સ્ત્રીને ત્યાં જ રહ્યા.
બીજી તરફ તેની માતા સાધ્વી અરણિકને ન દેખવાથી સૂરણ કરવા લાગી. ૩ દિવસ સુધી અરણિકનો પત્તો ન લાગવાથી તે ગાંડા જેવી બની ગઈ, અને શહેરમાં “અરણિક, અરણિક” નામના પોકાર કરતી અહિં તહિં ભટકવા લાગી, પણ કેઈએ અરણિકના સમાચાર આપ્યા નહિ. એક વખતે તે સાધ્વી આઝંદ કરતી, અરણિકના નિવાસસ્થાન સમીપ આવી પહોંચી. બારીમાંથી નીચે દૃષ્ટિ કરતાં અરણિકે પોતાની માતા સાધ્વીને ભયભ્રાન્ત દશામાં જોઈ જોતાં જ તે મહેલમાંથી નીચે ઉતર્યો અને હું અરણિક આ રહ્યો, કહી માતા સાધ્વીના પગમાં પડયો. સાધ્વીના આનંદનો પાર ન રહ્યો. તેણીએ ચારિત્રદ્રષ્ટ ન થવા અરણિકને ખૂબ સમજાવ્યો. માતાના પ્રેમને વશ થઈ અરણિકે તે વિલાસસ્થાનને ત્યાગ કર્યો અને પુનઃ દીક્ષા લીધી. સંયમ તપની આરાધના કરતાં અંત સમયે તેમણે ધગધગતી રેતીમાં અનશન કર્યું. ઉગ્ર તપશ્ચર્યા અને પ્રચંડ પશ્ચાતાપના પ્રભાવે અરણિક મુનિ સર્વ કર્મને ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા.
- ૨૫ અરનાથ હસ્તિનાપુર નગરમાં સુદર્શન રાજાની મહાદેવીરાણીની કુખે નવમા શ્રેયથી ચ્યવને ફાગણ શુદિ ત્રીજને દિવસે તેઓ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન નિહાળ્યાં. ગર્ભકાળ પૂરે થયે માગશર શુદિ ૧૦ મે