________________
૧
વિદ પાંચમે સંયમ અંગીકાર કર્યાં. ૧૬ વર્ષી છદ્મસ્થપણે રહ્યા પછી ચૈત્ર શુદિ ત્રીજે તેમને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓને સ્વયંભૂ પ્રમુખ ૩૫ ગણધરા હતા. કુંથુનાથ પ્રભુના શાસન પિરવારમાં ૬૦ હજાર સાધુએ ૬૦૬૦૦ સાધ્વીઓ, ૧૭૯ હજાર શ્રાવકા અને ૩૮૧ હજાર શ્રાવિકાઓ હતા. ૨૩૭૩૪ વર્ષ સુધી તેઓ કૈવલ્ય પ્રવાઁમાં રહ્યા, એ રીતે પ હજાર વર્ષોંનું આયુષ્ય પુરૂં કરી એક હજાર સાધુએ સાથે સમેત શિખર પર એક માસના અનશને વૈશાખ વિદ ૧ ના રાજ પ્રભુ સિદ્ધ થયા.
૬૯ કુબેરકુમાર
દ્વારિકાના રાજા શ્રીકૃષ્ણના ઓરમાન ભાઈ શ્રી બળભદ્રની ધારિણી નામક રાણીથી કુખેરકુમાર ઉત્પન્ન થયા. યૌવન વય પામતાં તે ૫૦૦ સ્ત્રીઓ પરણ્યા, પ્રભુ તેમનાથની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા અને શ્રી તેમનાથ પાસે દીક્ષા અંગીકાર કરીને તેમણે ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. ૨૦ વષૅનું ચારિત્ર પાળી શ્રી શત્રુંજય પર્વત પર તે સિદ્ધ થયા. (અંતકૃત)
૭૦ કુંભરાજા
તે મિથિલા નગરીના રાજા અને મલ્લીનાથ ( મહીકવરી ) પ્રભુના સાંસારિક પિતા હતા. મલ્લીકુવરીના અથાગ રૂપથી માહ પામી જિતશત્રુ વગેરે રાજાઓએ તેની કુંવરી પરણાવવા માટે કુંભરાજા પાસે માગણી કરી. કુંભરાજાએ ના પાડી. તેથી છએ રાજાઓએ સંપ કરી મિથિલા નગરીને ધેરા ધાલ્યેા. શત્રુનાં અપાર દળ સામે મિથિલાપતિ ટક્કર ન ઝીલી શકવાથી તે મહેલમાં ભરાઈ ખેડા. આખરે મહીકુ ંવરીની યુક્તિથી તેના ભય દૂર થયા. મહીકુંવરી અને છએ રાજાઓએ પાછળથી દીક્ષા લીધી, અને કુંભરાજાએ શ્રાવકપણે અંગીકાર કર્યું. (નાતાસૂત્ર )