________________
૨૪૭
થાય તેથી પ્રભુએ એકવાર હલનચલન બંધ રાખ્યું, પરિણામે ત્રિશલાને ગર્ભની ફીકર થઈ કે ગર્ભ જીવતો હશે કે નહિ; તેથી માતાના સંતોષની ખાતર પ્રભુ મહાવીરે ગર્ભમાં હલનચલનની ક્રિયા કરી. આમ ગર્ભમાંથી જ પ્રભુએ માતા પરનો અપૂર્વ પ્રેમ બતાવવા માંડ્યા. જન્મ થયા બાદ તેમણે પોતાની ટચલી આંગળી વડે મેરુ પર્વતને ડગાવ્યો; આ પરાક્રમ જોઈને દેવોએ વર્ધમાનકુમારનું નામ “મહાવીર' પાડયું.
ત્રીશ વર્ષ સુધી મહાવીર ગૃહસ્થાવાસમાં રહ્યા. યશોદા નામની સ્ત્રીથી તેમને પ્રિયદર્શના નામે એક પુત્રી થઈ ગૃહસ્થાવાસ છતાં તેમનું જીવન તો સદાય સાધુ જીવન જેવું જ હતું. સર્વ કર્મથી મુક્ત થવા તેમણે માતાપિતાની આજ્ઞા માગી; પરંતુ પુત્ર પરનો અતુલ પ્રેમ, તેથી માતા પિતાએ રજા ન આપી, એટલે તેમની આજ્ઞાની ખાતર તેઓ થોડે વખત સંસારમાં રહ્યા. ત્યારબાદ તેમના માતાપિતા ગુજરી ગયા એટલે તેમણે દીક્ષા લેવા માટે મેટા ભાઈ નંદીવર્ધનની આજ્ઞા માગી, ભાઈ પર અતિશય સ્નેહ એટલે નંદીવર્ધને જણાવ્યું કે ભાઈ! માતાપિતા તે હમણાં જ સ્વર્ગવાસ પામ્યા છે, વળી તમારા વિયોગનું દુઃખ મને કયાં આપે છે ? કૃપા કરી આ રાજગાદી ભોગવ. પ્રભુ મહાવીરે રાજગાદી નહિ જોગવતાં દીક્ષા લેવાનો ભાવ પ્રદર્શિત કર્યો. નંદીવર્ધને બે વર્ષ રોકાવાનું કહ્યું. પ્રભુ મહાવીર બે વર્ષ વધુ રોકાયા. અને ૩૦ વર્ષ બાદ તરત જ પ્રભુ મહાવીર રાજવૈભવ, સ્ત્રી, પુત્રી, ભાઈ, અનુચરો, એ સર્વનો ત્યાગ કરી જગત જીવોના કલ્યાણ અર્થે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. એજ વખતે પ્રભુને મન:પર્યાવજ્ઞાન પ્રાપ્ત થયું. દીક્ષા સમયે પ્રભુને ઈદ્ર એક દેવ દુષ્ય (વસ્ત્ર) આપ્યું હતું, પરંતુ તેઓ એટલી બધી તીવ્ર વૈરાગ્યદશાને પામ્યા હતા કે એ વસ્ત્ર હું શિયાળામાં પહેરીશ એવો વિચાર સરખોયે તેમણે કદી કર્યો ન હતો. તે વસ્ત્ર તેર મહિના સુધી પ્રભુના ખભા પર પડી રહ્યું હતું. ગમે તેવી સખ્ત