________________
ર૯
જ્યારે હું પાછા માગું ત્યારે તે મને આપજે.' ત્યાર પછી બીજી ત્રીજી અને એથી એમ દરેક સ્ત્રીને બોલાવીને દરેકને પાંચ પાંચ ડાંગરના દાણું આપ્યાં અને પોતે માગે ત્યારે પાછા આપવા જણાવ્યું.
પ્રથમ મોટી વહુએ તે દાણ લઈને વિચાર કર્યો કે મારા કોઠારમાં ડાંગર ઘણી ભરી છે, તો મારા સસરા માગશે તે વખતે તેમાંથી લાવીને આપીશ. એમ કહીને તેણે તે પાંચ દાણા ફેંકી દીધા.
ભગવતી નામની બીજી પુત્રવધુ પણ એ જ વિચાર કરીને, તે ડાંગર ઉપરથી તરા ઉતારીને દાણું ખાઈ ગઈ અને પિતાના કામે લાગી.
ત્રીજી રક્ષિતા નામની પુત્રવધુ તે દાણું લઈને એકાંતમાં ગઈ અને વિચાર કર્યો કે મારા સસરાએ મિત્ર, જ્ઞાતિ, કુટુંબઈત્યાદિ સર્વની સન્મુખ આ પાંચ દાણા મને આપ્યા છે, માટે તેમાં કંઈક ભેદ હો જોઈએ. એમ ધારી તે પાંચ દાણાને એક વસ્ત્રમાં બાંધી તેને રત્નના કરંડીયામાં રાખ્યા, અને તે કરંડીયાને એક પેટીમાં રાખે. પછી તે પેટી એસીકા નીચે રાખી સવાર સાંજ બે વખત રોજ તેની સંભાળ કરવા લાગી.
રોહિણી નામની સૌથી નાની પુત્રવધુએ રક્ષિતા માફક વિચાર કર્યો કે આમાં કંઈક કારણ હોવું જોઈએ. માટે આ દાણાની બરાબર રક્ષા કરવી જોઈએ. એટલું જ નહિ પણ તેમાં વૃદ્ધિ કરવી જોઈએ. એમ ધારી તેણે પિતાના ઘરના નોકરને બોલાવીને કહ્યું કે “આ ડાંગરના દાણા લઈ જાઓ, અને બહુ વર્ષાદ થાય તે વખતે એક નાની ક્યારી બનાવી, તેમાં આ પાંચ દાણું વાવજે, અને તે કયારીને ફરતી એક વાડ બનાવી તેની બરાબર રક્ષા કરજે. પ્રથમ વર્ષાઋતુમાં તેણે તે દાણુ વવરાવ્યા, બીજી સાલ પણ ઉત્પન્ન થયેલા સઘળા દાણા વવરાવ્યા, એમ દર વર્ષાઋતુમાં તમામ ઉત્પન્ન થતી ડાંગર વાવતાં તેમાં પુષ્કળ વૃદ્ધિ થતી ગઈ. અનુક્રમે ચાર વર્ષ સુધી તે વાવી. તૈયાર થયે તેને