Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chaganlal Sanghvi
Publisher: Jivanlal Chaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 358
________________ (૩૩૯ મંદિર હતું, તેમાં હરિકેશ મુનિ કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન રહ્યા. હિંદુક નામને યક્ષ હરિ કેશ મુનિની તપશ્ચર્યા અને ચારિત્રથી પ્રસન્ન થઈ તેમનો ભક્ત બન્યો અને મુનિની સેવા ચાકરી કરવા લાગ્યો. - હવે તે નગરના રાજાની પુત્રી ભદ્રા કેટલીક સખીઓ સાથે નિંદુક યક્ષની પૂજા કરવા આ ઉદ્યાનમાં આવી. ત્યાં તેણે મેલાંઘેલાં વસ્ત્રવાળા અને કદ્દરૂપા શરીરવાળા હરિકેશને જોયા, તેમને જોતાં જ તે ધૃણા પામી અને મુનિની નિંદા કરવા લાગી. પેલા યક્ષથી મુનિની થતી નિંદા સહન થઈ નહિ. તેથી તે રાજપુત્રી પર ગુસ્સે થયે, અને ક્ષણભરમાં તેને જમીન પર પછાડી દીધી. બાળા મૂછ પામી, અને બેહોશ બની ગઈ. તેના શરીરમાંથી રૂધિર નીકળવા માંડયું. આ જોઈ તેની સખીઓ ગભરાઈ ગઈ અને રાજા પાસે જઈ સઘળી વાત નિવેદન કરી. રાજા હિંદુક ઉદ્યાનમાં આવ્યો. તેણે જાણ્યું કે પુત્રીએ આ તપસ્વી સાધુની નિંદા કરી હશે, તેથી સાધુએ કોપાયમાન થઈ આ પ્રમાણે કર્યું લાગે છે. એમ ધારી રાજા બે હાથ જોડી મુનિ પ્રત્યે કહેવા લાગ્યું. હે મહારાજ, મહારી પુત્રીને અપરાધ ક્ષમા કરો. તરત પેલો યક્ષ રાજપુત્રીના શરીરમાં પેસી ગયા અને બોલ્યો –હે રાજન ! જે, તું હારી પુત્રીને આ મુનિ સાથે પરણાવે તો જ તે બચે. આ સાંભળી રાજા પોતાની પુત્રીને મુનિ સાથે પરણાવવા કબુલ થયે, એટલે યક્ષ તે બાળાના શરીરમાંથી નીકળી મુનિના શરીરમાં પેઠે. પુરોહિતને બોલાવી રાજાએ મુનિ સાથે તે બાળાનું લગ્ન કર્યું. તરતજ તિંદુક યક્ષ મુનિના શરીરમાંથી નીકળી સ્વસ્થાનકે ગયે. બાળાએ મુનિને કહ્યુંઃ મહારાજ ! મેં તમારી નિંદા કરી હતી, તો મારો અપરાધ ક્ષમા કરો અને મારો પ્રેમ સ્વીકારે. આ સાંભળી હરિકેશ મુનિ બેલ્યા – હે બાળા, હું પંચ મહાવ્રતધારી સાધુ છું અને બ્રહ્મચારી છું. અમારાથી મન વચન કાયાએ સ્ત્રી સમાગમ થઈ શકે નહિ. બાળા! મેં તારી સાથે

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372