Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chaganlal Sanghvi
Publisher: Jivanlal Chaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 356
________________ ૩૩૭ કુળમાં ઉત્પન્ન થયે, અને રૂપના મદથી તે બેડેળ, કાળો અને કદ્દરૂપો થયો. તેનું બેડોળપણું જોઈને તેના માબાપ અને સ્વપર જને સૌ કોઈ તેની સામે તિરસ્કારની નજરે જોતું. એકવાર ગામમાં કંઈક ઉત્સવ હતો. એટલે બધા ચંડાળા એક સ્થળે એકઠા થઈમેજ શેખ કરી રહ્યા હતા. નાના છોકરાઓ નિર્દોષ રમ્મત રમતા હતા. તેવામાં હરિકેશ તેમની પાસે આવ્યા. હરિકેશને સ્વભાવ તોફાની હતી, તેથી તે છોકરાઓને મારીને રંજાડવા લાગ્યો. છોકરાઓ રડતાં રડતાં પોતાના માબાપ પાસે ગયા અને હરિકેશે માર્યાનું કહ્યું. તેમના માબાપાએ બળકેટને ફરિયાદ કરી. એટલે બળકેટ ક્રોધાયમાન થઈને હરિકેશને મારવા દે. પણ હરિકેશ ત્યાંથી દૂર નાસી જઈને ધૂળના એક ઉંચા ઢગલા પર બેઠે, અને એકઠા થયેલાં સ્વજ્ઞાતિજનો તરફ દૂર નજરથી તે જોવા લાગ્યો. સઘળા ચંડાળ ટોળે મળીને આનંદ કરી રહ્યા હતા, તેવામાં ભયંકર ફૂંફાડા ભારત એક વિષધર સર્પ તે ટોળામાં આવ્યો. માણસો ભયભીત બનીને આમ તેમ નાસવા લાગ્યા. એક જોરાવર ચંડાળે આવી તે વિષધર સર્પ ઉપર લાકડીને ફટકે લગાવ્યો અને સાપના ટુકડે ટુકડા કરી નાખ્યા. ઘેડીવારે ફરીથી ત્યાં એક બીજો સર્ષ આવ્યો. એક બે માણસો બેલી ઉઠયા–મારો, મારો. ત્યારે બીજાઓએ કહ્યું –ભાઈએ, આ સર્પને કેઈ મારશો નહિ, કારણ કે તે ઝેરી નથી. એટલે તે કોઈને ઈજા કરશે નહિ. સર્ષ ધીરે ધીરે ત્યાંથી ચાલ્યો ગયો. માણસો પુનઃ પ્રમોદ કરવા લાગ્યા. આ સઘળું દશ્ય ધૂળના ઢગલા પર દૂર બેઠેલો હરિકેશ જોઈ રહયો હતો. તેણે વિચાર્યું કે, અહો ! જેનામાં ઝેર હોય છે, તેની બુરી દશા થાય છે, અને જેનામાં ઝેર હેતું નથી, જે સર્વદા શાંત છે, તેને કોઈ સતાવતું નથી. ખરેખર, હું ઝેરી છું. મહારે સ્વભાવ

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372