________________
૩૩૫
મનુષ્યભવ પામ્યો છું. આ પ્રમાણે વાર્તાલાપ થતાં ક્ષત્રિયરાજ ઋષિને ઘણે આનંદ થયો અને તેઓ છૂટા પડ્યા. અનુક્રમે સંયમ માર્ગમાં વિચરતાં સંયતિ રાજર્ષિને કૈવલ્યજ્ઞાન થયું અને તેઓ મેક્ષમાં ગયા.
૨૪૦ સંભવનાથ. વર્તમાન ચોવીસીના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ, શ્રાવસ્તી નગરીના જિતારી રાજાની સેનાદેવી રાણની કુક્ષિમાં, નવમા દેવલોકમાંથી ઍવીને ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન દીઠાં. માગશર શુદિ ૧૪ ના રોજ પ્રભુનો જન્મ થયો. ૫૬ દિકુમારી દેવીઓએ સૂતિકાકર્મ કર્યું. ઈકોએ પ્રભુને મેરુ પર્વત પર લઈ જઈને જન્મત્સવ ઉજવ્યો. પિતાએ સંભવનાથ એવું નામ આપ્યું. યૌવનાવસ્થા થતાં તેઓ અનેક રાજકન્યાઓ પરણ્યા. પંદર લાખ વર્ષો સુધી કૌમાર્યાવસ્થામાં રહ્યા પછી પિતાએ તેમને રાજ્યગાદી પર બેસાડી દીક્ષા લીધી. ૪૪ લાખ પૂર્વ અને ૪ પૂર્વગ સુધી રાજ્ય ભોગવ્યું, તે પછી લોકાંતિક દેવોની પ્રેરણાથી વરસીદાન આપી, પ્રભુએ માગશર શુદિ પૂર્ણિમાએ એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. ચૌદ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા પછી કાર્તિક વદિ પાંચમે તેમને કેવલ્યજ્ઞાન થયું. તેમને ચારુ વગેરે ૧૦૨ ગણધરો હતા.
સંભવ જિનના સંધ પરિવારમાં ૨ લાખ સાધુ, ૩૩૬ હજાર સાધ્વીઓ, ૨૯૩ હજાર શ્રાવકો અને ૬૩૬ હજાર શ્રાવિકાઓ હતા. અંતિમ સમયે પ્રભુએ સમેતશિખર પર એક હજાર મનિઓ સાથે માસિક અનશન કર્યું અને ચિત્ર શુદિ પાંચમે તેઓ મોક્ષ પધાર્યા. સંભવનાથ પ્રભુનું એકંદર આયુષ્ય ૬૦ લાખ પૂર્વનું હતું. વાળના અસંખ્યાતા ખંડ કરી, ઠાંસી ઠાંસીને તે કુવામાં ભારે, પછી તેમાંથી એકેક ખંડ સે સો વરસે કાઢે અને જ્યારે તે કુવો ખાલી થાય ત્યારે તેને એક પલ્યોપમ કહેવાય. એવા દશ ક્રોડા ક્રોડી (દશકોડને દશક્રોડે ગુણીએ) કુવા ખાલી થાય ત્યારે એક સાગરોપમ કહેવાય, એમ ગ્રન્થકાર વર્ણવે છે.