________________
૩૩૬ ૨૪૧ હરિસેન (ચક્રવતી).
કપિલપુર નગરમાં મહા હરિ નામે રાજા હતા. તેને મેરા નામની રાણી હતી. તેમને મહાન શક્તિશાળી પુત્ર થશે. તેનું નામ હરિસેન. યૌવનવય પામતાં હરિસેન રાજ્યાસને આવ્યા અને અન્ય ચક્રવર્તીઓની જેમ પોતાની આયુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થવાથી, તેની મદદ વડે છખંડ જીતી દશમા ચક્રવર્તી થયા. અંતે સર્વ રાજ્યરિદ્ધિ છેડી તેમણે દીક્ષા લીધી અને કૈવલ્યજ્ઞાન પામી તેઓ મોક્ષમાં ગયા.
ર૪ર હસ્તિપાળ. પૂર્વ ભારતના મગધ દેશમાં પાવાપુરી નગરી હતી, ત્યાં હસ્તિપાળ નામને જૈનધર્મી રાજા હતા. તે ભમહાવીરને પરમભક્ત હતો. ભગવાનને છેલ્લું ચાતુર્માસ પોતાની નગરીમાં કરવાની તેમણે વિનંતિ કરી હતી. ભગવાને તે માન્ય રાખી. પ્રભુ મહાવીર તેજ ચાતુર્માસમાં પાવાપુરીમાં આશો વદ ૦)) ના રોજ નિર્વાણ પામ્યા.
૨૪૩ હરિકેશબળ ગંગાનદીના કિનારા પર એક નાનું ગામડું હતું. તેમાં ચંડાળ જાતિના મનુષ્ય રહેતા હતા. ત્યાં બળકેટ નામે એક ચંડાળ હતો. પિતાની ન્યાતને તે આગેવાન હતા. તેને બે સ્ત્રીઓ હતી. ૧ ગૌરી અને બીજી ગાંધારી. ગાંધારીથી તેને એક પુત્ર ઉત્પન્ન થયો. તેનું નામ હરિકેશબળ.
હરિકેશ પૂર્વ ભવમાં બ્રાહ્મણ હતો અને દીક્ષા લઈને તે દેવલોકમાં ગયો હતો; પણ બ્રાહ્મણ જાતિમાં તેણે પોતાના ઉચ્ચ કુળને અને અથાગ રૂપનો મદ કર્યો હતો. તેથી તે આ ભવમાં નીચ