________________
૩૪૧ હે ભૂદે, હું બ્રહ્મચારી છું, નિરંતર તપશ્ચર્યા કરું છું, અસત્ય બેલ નથી, અને વધેલાં અન્નમાંથી નિર્દોષ ભોજન લઈ છું. તમે તે યજ્ઞમાં હિંસા કરે છે, જુઠું બેલો છે, બ્રહ્મચર્ય પાળતા નથી, માટે હું પવિત્ર છું તો મને તમારા માટે નીપજાવેલું ભોજનમાંથી થોડુંક આપ.”
આ સાંભળતાં બ્રાહ્મણો વધુ ગુસ્સે થયા અને મુનિને ત્યાંથી હાંકી કાઢવા તત્પર થયા. યુવાન બ્રાહ્મણે એકદમ યજ્ઞ મંડપમાંથી બહાર નીકળી આવ્યા, અને સૌ કોઈ મુનિને મારવા લાગ્યા. આ આ દૃશ્ય હિંદુક યક્ષના જોવામાં આવ્યું. તેથી તે મુનિની વ્હારે આવ્યો અને મુનિના શરીરમાં પેસી ગયો. પેસતાં જ તેણે પિતાના પ્રચંડ બળથી અનેક બ્રાહ્મણોને ભોંય ભેગા કરી દીધા. કેટલાકના નાક, કાન, મોં છુંદી નાખ્યાં, કેટલાકના શરીરમાંથી લોહિની ધારાઓ વહેતી કરી દીધી. એટલામાં રૂદ્રદત્ત બ્રાહ્મણ અને રાજકન્યા ભદ્રા ત્યાં આવી પહોંચ્યા. ભદ્રા હરિકેશ મુનિને ત્યાં ઉભેલા જોઈ આશ્ચર્ય પામી અને તેમને ઓળખી તેમના ચરણમાં તેણીએ વંદન કર્યું.
ભદ્રાએ બીજા ભૂદેવોને કહ્યું હમે આ મહામુનિની નિંદા શા માટે કરો છો ? આ તો મહાપ્રતાપી તપસ્વી મહાત્મા છે, અને બાળ બ્રહ્મચારી છે. યક્ષના પ્રભાવે તે મહને પરણ્યા હતા, પરંતુ પિતે બ્રહ્મચારી હોવાથી તેમણે મારે ત્યાગ કરેલો. માટે આ પવિત્ર મુનિને જે જોઈએ તે ખુશીથી આપે. એમ કહી તે ભદ્રા મુનિની ક્ષમા માગવા લાગી. યક્ષ આ વખતે મુનિના શરીરમાંથી પલાયન કરી ગયો. એટલે મુનિએ બાળાને કહ્યું હે બાળા, હું ત્યાગી અને તપસ્વી છું, મહારાથી ક્રોધ થઈ શકે નહિ; પણ યક્ષના પ્રવેશવાથી આમ બન્યું હતું. મારે માસક્ષમણનું આજે પારણું છે. માટે તમે યજ્ઞ માટે નિપજાવેલાં અન્નમાંથી મને થોડુંક આપો. તરત રાજકન્યાએ હરિકેશ મુનિને ભિક્ષાદાન આપ્યું. સુપાત્ર દાનના પ્રભાવે “અહેદાનં, મહાદાન' એ ત્યાં આકાશ ધ્વનિ થયું. યજ્ઞ પાડામાં