________________
ચાલી આવી છે; પરંતુ આ બાબત વિદ્વાન અનુભવીઓ પ્રકાશ પાડે છે, કે મૃગ મુનિનું હશે, એવું ધારીને સંયતિ રાજા દિલગીર થયે, એમ નહિ; પરન્તુ હરિણના ટાળા પાછળ ગભાળી મુનિ ધ્યાનસ્થ બેઠા હતા, રાજાએ સામેથી બાણે ફેંકી મૃગને માર્યું. તે મૃગ લેવા જતાં રાજાએ મુનિને જોયા અને તે ગભરાયો કે અવશ્ય આ મહાત્માને મારું બાણ વાગ્યું હશે! એવા સંભ્રમથી રાજા ગભરાઈને મુનિ પાસે જાય છે.
વાત નં ૧૧૬–બલિચંચાના ઈદનું આસન ચલિત થયું નથી, પણ ત્યાં ઈદનો અભાવ છે, તેથી ત્યાંના દેવ દેવીઓએ ત્યાં આવવાનો સંકલ્પ કરવાનું સામલી તાપસને કહ્યું. (પૃ. ૧૫૫) દેવદેવીઓ ઈશાન ઈદ્ર પાસે આવ્યા નથી, પણ ત્યાં રહી ક્ષમા માગી, એટલે તેમને છોડી મૂક્યા.
વાર્તા નં. ૧૪૭–નંદીષેણને ભેગાવલી કમ બાકી છે, માટે દીક્ષા લેવાની દેવે ના કહી એ વાર્તા ગ્રંથથાની છે. ભ. મહાવીરે તેને ધીરજ ધરવાનું કહ્યું તે બરાબર નથી.
વાર્તા નં. ૧૮૯–રાજેમતી દીક્ષિત થઈને જ્યાં આગળ ચાલ્યા જાય છે, ત્યાં વર્ષાદ થવાથી પર્વતની ગુફામાં જાય છે, એમ સમજવું.
વાર્તા નં. ૧૯૪–તમારા વાસણમાં એ પાક થોડો ચોંટેલો રહ્યો છે તે વહોરા, એ અર્થ પરંપરા બરાબર નથી; પણ એ પાક અન્યને અર્થે કરેલો છે, તે લે છે. ત્યારે રેવતી તે પાક પુષ્કળ હતો તેટલો વહેરાવી નાખે છે.
- વાર્તા નં. ૨૧૫–પ્રભુ મહાવીર સકડાલને ત્યાં સમજાવવા ગયા નથી; પણ ત્યાં ધર્મોપદેશ વખતે સમજાવવા પ્રયત્ન કરે છે.
વાર્તા નં. ૨૨૧–શૂળીભદ્રની વાત છે કે મહાવીર નિર્વાણ પછીની છે અને કથાગૂંથે પરંપરાથી ચાલી આવે છે; પણ વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવું એવી પ્રભુઆજ્ઞા સંભવતી નથી, એવો વિદ્વાનેનો મત છે.