________________
૩૩૩
ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી અનત સંસાર પરિભ્રમણ કરતાં કરતાં છેવટે મનુષ્ય જન્મ પામી તે મેાક્ષમાં જશે.
૨૩૯ સયંતિરાજા.
પંચાલ દેશના કપિલપુર નગરમાં સતિ નામના રાજા હતા. એકવાર તે પેાતાની ચતુરગી સેના સાથે પેાતાના કેશરી નામના ઉદ્યાનમાં શિકારાર્થે ગયા. ત્યાં તેણે ઘણા મૃગલાઓને સહાર કર્યાં. તે ઉદ્યાનમાં ગભાળી નામના એક મુનિ ધ્યાનદશામાં લીન હતા. મૃત્યુના ભયથી શિકારના પંજામાંથી નાસી છૂટેલું એક મૃગ ધ્યાનસ્થ મુનિ તરફ દોડવા લાગ્યું, તેવામાં રાજાએ તેને એક બાણ વડે ધાયલ કર્યું. મૃગ ત્યાં જ લગભગ મુનિ સમિપ પહેાંચી મૃત્યુને શરણુ થયું. તેને લેવા માટે રાજા તે જગ્યાએ આવ્યા, તેવામાં તેણે એક ધ્યાનસ્થ જૈન મહાત્માને તે જગ્યાએ જોયા. આથી રાજા મનમાં ભય પામ્યા અને ખેદપૂર્વક વિચારવા લાગ્યા કે અહા ! મેં પાપીએ માંસમાં ગૃદ્ધ બનીને મુનિના મૃગને માર્યું ! આ મૃગ મુનિનું જ હોવું જોઈ એ, નહિ તા તે મુનિ પાસે આવે નહિ, અરે, હવે શું થાય? જો આ મુનિ કોપાયમાન થશે તે તેએ પાતાના તપેાખળથી મને અને મારાં સૈન્યને બાળી મૂકશે. એમ ક્હીને તે મુનિ પાસે આવ્યેા અને તેમના પગમાં વંદન કરી નમ્રતાપૂર્વક મેલ્યાઃ—હે મુનિ ! હે તપસ્વી ! મ્હારા અપરાધ ક્ષમા કરા, મે આપના મૃગને ઓળખ્યું નહિ. મુનિ ધ્યાનસ્થ હોવાથી રાજાના કથનથી કાંઈ પણ મેલ્યા નહિ, આથી રાજા વધારે ભયભીત અન્યા; ને વધારે નમ્રતાથી કહેવા લાગ્યાઃ–હે મહારાજ ! કરુણાસાગર ! મ્હારા સામે જુએ, હું આ નગરના સતિ રાજા છું. મ્હને ખેાલાવી મારા ઉદ્વેગ ટાળેા. ઘેાડીવારે ગભાળી મુનિએ કાચેાત્સગ પાળ્યા અને કહ્યું:—રાજન્! તને અભય છે; અને તું