________________
પ્રભુને જન્મ થયે. ઈકોએ જન્મોત્સવ ઉજવ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે રાજાનું તપ્ત થયેલું શરીર નંદાદેવીના સ્પર્શથી શિતળ થયું હતું, તેથી પુત્રનું શિતળનાથ એવું નામ આપ્યું. બાલ્યકાળ વીતાવી તેઓ યુવાવસ્થા પામ્યા ત્યારે પિતાની અનિચ્છા છતાં પિતાના આગ્રહ તેમણે લગ્ન કર્યું. ત્યારબાદ ૨૫ હજાર પૂર્વની ઉમરે તેઓ રાજ્યાસને બેઠા. ૫૦ હજાર પૂર્વ સુધી રાજ્ય ભોગવ્યું. પછી વાર્ષિક દાન આપી મહા વદિ બારશે એક હજાર રાજાઓ સાથે પ્રભુએ સંયમ ગ્રહણ કર્યો. માત્ર ત્રણ માસ છદ્મસ્થપણામાં રહ્યા પછી શિતળનાથ સ્વામીને પિશ વદિ ૧૪ ના રોજ કૈવલ્યજ્ઞાન થયું. તેમને આનંદ વગેરે ૮૧ ગણધર હતા.
પ્રભુના સંઘપરિવારમાં ૧ લાખ મુનિ, ૧ લાખને ૬ સાધ્વીઓ, ર૮૯ હજાર શ્રાવકો અને ૪૫૮ હજાર શ્રાવિકાઓ હતા. અંતિમ સમયે સમેત શિખર પર એક હજાર મુનિઓ સાથે, એક માસનું અનશન પાળી વૈશાકવદિ બીજે પ્રભુ નિર્વાણુ–મક્ષ પધાર્યા. શિતળનાથ જિનનું એકંદર આયુષ્ય એક લાખ પૂર્વનું હતું.
૨૧૦ શ્રેયાંસનાથ સિંહપુર નગરના વિષ્ણરાજ રાજાની વિષ્ણુ નામકરાણુની કુક્ષિમાં ઉમા દેવલોકથી એવીને જેઠવાદિ છઠે તેઓ ઉન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન દીઠાં. ગર્ભકાળ પૂરો થયે ફાગણ વદિ ૧૨ પ્રભુનો જન્મ થ. ઇદ્રોએ જન્મોત્સવ કર્યો. યૌવનાવસ્થામાં તેઓ અનેક રાજકન્યાએ પરણ્યા. પછી લોકાંતિક દેવોની પ્રેરણાથી વરસીદાન આપી, ૧ હજાર રાજાઓ સાથે ફાગણ વદિ ૧૩ સંયમ અંગીકાર કર્યો. તેઓ ૨૧ લાખ વર્ષ કુમારપણે રહ્યા; ૪૨ લાખ વર્ષ રાજ્ય કર્યું. છ માસ છદ્મસ્યાવસ્થામાં રહ્યા પછી મહા વદિ અમાસે પ્રભુને કૈવલ્ય જ્ઞાન થયું. ૨૧ લાખ વર્ષમાં બે માસ ઓછા સમય સુધી કૈવલ્ય પ્રવજ્યમા વિચરી ઘણું જીવન પ્રભુએ ઉદ્ધાર કર્યો. છેવટે એક હજાર