________________
૨૯૫
કુશાગ્રપુર છોડીને વેણુતટ નગરમાં ગયા. ત્યાં પુષ્પગે ભદ્ર નામના એક શ્રેષિએ તેમને પરણા તરીકે રાખ્યા, એટલું જ નહિ પણ શ્રેણિક રાજાની સરળતા, બુદ્ધિમતા તથા મુખની તેજસ્વીતા આદિ જોઈ ભદ્ર શેઠે શ્રેણિકને પિતાની નંદા નામની પુત્રી પરણાવી. પ્રસેનજીત રાજા પાછળથી રાજગૃહ નગર વસાવી ત્યાં રહેવા લાગ્યા. તેવામાં તે માંદા પડયા. આ સમાચાર શ્રેણિકે સાંભળ્યા, તેથી તે પોતાના પિતા પાસે શીધ્ર જઈ પહોંચ્યા. પિતાને તેમના પર પ્રેમ હોવાથી રાજગૃહનું રાજ્ય શ્રેણિકને સોંપી, તેઓ સ્વર્ગવાસ પામ્યા. આ વખતે નંદા ગર્ભવતી હોવાથી તેણુએ
અભયકુમાર ” નામના મહા બુદ્ધિવંત પુત્રનો જન્મ આપ્યું. ગાદીએ બેઠા પછી શ્રેણિકે રાજ્યમાં ઘણો વધારો કર્યો અને તે મહર્દિક રાજા થયો. તેને ચિલણ, નંદા, ધારિણ, કાલી વગેરે ઘણી રાણીઓ હતી; તથા અભયકુમાર, કેણિક, કાલી, મેઘ આદિ ઘણા કુમાર હતા. શ્રેણિક પહેલાં બૌદ્ધધર્મના ઉપાસક હતા, પરંતુ પાછળથી અનાથી મુનિના સંસગે તેઓ જૈનધર્મી બન્યા. ભ૦ મહાવીરના તેઓ પરમ ભક્ત હતા; તેમજ દઢ સમકિતી હતા; તેમણે પોતાના રાજ્યમાં કસાઈની દુકાનો બંધ કરાવી હતી.
એક વખત દેવે શ્રેણિકની પરીક્ષા કરવા માંસાહારી જેનસાધુ અને સગર્ભા જૈન સાધ્વીને દેખાવ રજુ કર્યો, પણ શ્રેણિક ડગ્યા નહિ. તેમના પુત્રોમાંના મેઘકુમાર, નંદિષેણ, અભયકુમાર, જાલી વગેરે ઘણાઓએ દીક્ષા લીધી હતી. કાલી, નંદા વગેરે રાણીઓએ પણ દીક્ષા લીધી હતી. આખર અવસ્થામાં દુબુદ્ધિ કેણિકે શ્રેણિકને કેદમાં પૂર્યા હતા. પુત્રના હાથથી મૃત્યુ ન પામવા માટે શ્રેણિકે પોતાની મુદ્રિકામાં રહેલ કાલકુટ વિષ ચૂસીને પોતાના દેહને અંત આણ્યો હતો. તેમણે મૃગલીના શિકાર વખતે નિકાચિત કર્મને બંધ કર્યો હોવાથી મૃત્યુ પામીને તેઓ પહેલી નરકે ગયા, પરંતુ