________________
૩૦૮
ઘર તો તેમને સ્મશાનવત લાગવા માંડયું, અને પિતાની જાતને ભ્રષ્ટ કરી, એથી હેમને પારાવાર ખેદ થે. સંસ્કારી હેવાથી તેમણે આત્માના સ્વરૂપને વિચાર કરવા માંડ્યો. જગત તેમને નિસાર જણાયું. અને તેનાથી મુક્ત થવાને ભાવ સ્કૂર્યો. તત્કાળ તે વખતે ત્યાં બિરાજતાં સંભૂતિવિજય નામના મુનિ પાસે તેઓ ગયા અને તેમણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે ખૂબ જ્ઞાન મેળવ્યું. શાસ્ત્ર સિદ્ધાંત ભણું, આત્મ ભાવમાં સમય પસાર કરવા લાગ્યા.
ચાતુર્માસનો સમય હતો. સંભૂતિવિજય મુનિના ચાર શિષ્યોએ જુદા જુદા સ્થળે ચાતુર્માસ રહેવાનો નિશ્ચય કર્યો. ચાર માસના ઉપવાસ કરી ચારે શિષ્યો જુદાં જુદાં સ્થાને રહ્યા. તેમાંના એક રહ્યા સિંહની ગુફાના મોઢા ઉપર, બીજા સાપના રાફડા આગળ, ત્રીજા કુવાના મંડાણ ઉપર અને ચોથા સ્થળીભદ્રજી કેમ્યા નામની વેશ્યાના ઘેર ચાતુર્માસ ગાળવા માટે ગયા.
સ્થળીભદ્રજી કેશ્યાના આવાસે પહોંચ્યા. તેમને જોઈને કેસ્યાને ઘણે હર્ષ થયો. પિતાને છોડીને ચાલી ગયેલા સ્વામી મળવા આવ્યા એમ ધારી તેણીએ તેમનું સ્વાગત કર્યું; પણ સ્થૂળભદ્રને મુનિશમાં જોઈ વેશ્યાએ ઈર્ષાગ્નિથી બળવા માંડયું. સ્થળભદ્રજીએ ચોમાસુ ગાળવા માટે કેશ્યાના આવાસની માગણી કરી. કેશ્યાએ તે સ્વીકારી. સ્થળીભદ્રજી ત્યાં રહ્યા. કેસ્યા સોળ શણગાર સજી, બણ ઠણ, જેરમાં પગ ઉપાડતી, ઘુળીભદ્રજી સમીપ આવી અને અનેક પ્રકારના હાવભાવ, કટાક્ષ કરવા લાગી. સ્થળીભદ્રને ચલાવવા તેણે ઘણા ઘણા પ્રયત્નો કર્યા. પણ બધા ફેકટ. તે નિરાશ થઈ. જુનો પ્રેમ તાજો કરવા અને પોતાની સાથે ભોગ ભોગવવા તેણી ઘણી આજીજી કરી, વિનંતી કરી, ઘૂંટણીએ પડી, પણ બધું નિરર્થક ! શૂળીભદ્ર સમજ્યા કે આને બુઝવવી. એમ ચિંતવી તેમણે વેશ્યાને ઉપદેશ આપ્યો અને જાર કર્મના મહાન પાપ કર્મથી પાછા હઠવા સમજાવ્યું. વેશ્યા હળુકર્મી હતી, તેથી મુનિને આ