________________
૩ર૭
પહોંચવા માટે જ કર્યો હતો, તેમ સાધુ સાધ્વી ઉદારિક શરીરને વણું, રૂ૫, બળ, વિષયને માટે પશે નહિ, પરંતુ માત્ર સિદ્ધિ–મૂકિતને માટે સાધનભૂત જાણે નિઃસ્વાદ રૂપે આહાર કરે. ચિલાતીપુત્ર વિષયમાં લુબ્ધ બની અટવીમાં રખડી મહાદુઃખ પામ્યો, તેમ વિષયમાં વૃદ્ધ બનેલ છો મહાદુઃખને પામે અને સંસાર પરિભ્રમણ કરે,
૨૩૪ સુલતા રાજગૃહ નગરમાં નાગ નામના રથિકને સુલસા નામે પતિભક્ત અને ધર્મપરાયણ સ્ત્રી હતી. એકદા નાગ રથિકે ગુરુસન્મુખ એ નિયમ કર્યો કે “હવે મહારે બીજી સ્ત્રી કરવી નહિ.' એ દંપતી પરસ્પર સ્નેહયુક્ત હતા. નાગ રથિક શ્રેણિક રાજાની સેવા કરતે હતો. એકદા પોતાના આંગણા પાસે કેટલાક દેવકુમાર જેવાં બાળકને જોઈ પુત્ર વગરની એવી સુલસા પોતાને પુત્ર ન હોવા બદલ ખેદ પામી, ચિંતાથી તેનું મુખ ઉતરી ગયું, ત્યારે નાગરથિકે તેણીને દેવ વગેરેની બાધા રાખવાનું કહ્યું. આ સાંભળી જૈનધર્મમાં દઢ એવી તુલસાએ કહ્યું. મિથ્યા દેવદેવીઓની બાધા વ્યર્થ જ છે, માટે અરિહંત ધર્મ ઉપર શ્રદ્ધા રાખો, તેનાથી સર્વ સિદ્ધિ મળશે. આમ સત્ય ધર્મની શ્રદ્ધાવડે પતિ-પત્ની બંને દિવસો વિતાવવા લાગ્યા.
એકવાર કઈ દેવે સુલસાની ધર્મશ્રદ્ધાની કસોટી કરી. તે એક જૈન સાધુનું રૂપ ધરીને સુલસાને ત્યાં આવ્યો. સુલસાએ મુનિ ધારીને વંદન કરી તેમને સત્કાર કર્યો. સાધુએ કહ્યું હું લક્ષપાક તેલની યાચના કરવા આવ્યો છું, જે હોય તો વહેરાવશે. સત્પાત્રને જોઈ મૂલ્યવાન વસ્તુ પણ પ્રેમપૂર્વક વહોરાવવા સુલસા તત્પર થઈ તેણીની પાસે તેલના ચાર શીશાઓ હતા, તેમાંથી એક લઈને તે આવી. આવતાં જ દેવની માયાથી તેને ઉમરામાં ઠેસ વાગ્યાથી શીશો પડીને ફૂટી ગયે, એટલે હોંશભેર સુલસા બીજે શીશ લઈ આવી, પણ તેની પણ એવી જ દશા થઈ. એમ દેવે ભાયાવડે તેના ચારેય