________________
પુત્ર મૃત્યુ પામતાં બત્રીસે પુત્રો મૃત્યુ પામ્યા. આથી સુલતાના શોકને પાર રહ્યો નહિ. છેવટે અભયકુમારના ઉપદેશે સુલસા શોક મુક્ત થઈ. ત્યારબાદ ધર્મમાં નિશ્ચલ શ્રદ્ધા છે એવી તે સુલસાને ભ. મહાવીરે અંબડ સન્યાસી દ્વારા ધર્મલાભ કહેવડાવ્યો. આંબડે પરીક્ષા કરી, તેમાં તે સફળ થઈ. છેવટે અંત સમયે સર્વ પાપની આલોચના લઈ, મૃત્યુ પામી જુલસા દેવલોકમાં ગઈ, ત્યાંથી ચ્યવી તે ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં નિર્મમ નામે ૧૫ મા તીર્થંકર થશે.
૨૩૫ સુભમ ચક્રવર્તી
શ્રી અરનાથ પ્રભુના શાસનમાં સુભ્રમ નામે આઠમા ચક્રવર્તી થયા. તે હસ્તીનાપુરના કૃતવીય રાજાની તારા નામક રાણના પુત્ર હતા. તેમનો જન્મ જંગલમાં તાપસના આશ્રમમાં થયો હતો. સમય જતાં વૈતાઢ્ય પર રહેનારા મેઘનાદ વિદ્યાધરે તેમને પોતાની પદ્મશ્રી નામની કન્યા પરણાવી હતી. તે વખતે તેને પ્રતિસ્પર્ધી પરશુરામ નામે પ્રતિવાસુદેવ હતો, તેણે સુભૂમના પિતાને મારી પૃથ્વીને નિઃક્ષત્રિયા કરી હતી એ વાત સુભૂમે પોતાની માતાધારા સાંભળી, તેથી તે ક્રોધવશ બની હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં તેને ચક્રરત્નની પ્રાપ્તિ થવાથી તેણે પરશુરામને માર્યો. જેમ પરશુરામે પૃથ્વીને સાતવાર નિઃક્ષત્રિયા કરી હતી, તેમ તેનાં વેર રૂપે સુભૂમે પૃથ્વીને એકવીસ વાર નિબ્રાહ્મણ કરી.
અનુક્રમે સાઠ હજાર વર્ષના આયુષ્યવાળા સુભૂમે ચાર દિશામાં ફરી અનેક રાજાઓને પરાજય પમાડી છ ખંડની સાધના કરી અને તે ચક્રવર્તી થયો. અનેક પ્રાણિઓની હિંસા કરતા તે સુલૂમ લોભને વશે સાત ખંડ સાધવા ગયે, જ્યાં દરિયામાં ડૂબવાથી તે મૃત્યુ પામ્યો અને મરીને તે સાતમી નરકમાં ગયો.