Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chaganlal Sanghvi
Publisher: Jivanlal Chaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 349
________________ ૩૩ . ૨૩૬ સુવિધિનાથ (પુષ્પદત). કાકંદી નગરીના સુગ્રીવ રાજાની રામાદેવી નામક રાણુની કુક્ષિમાં વૈજયંત વિમાનમાંથી ચવીને ફાગણ વદિ ૯ ના રોજ તેઓ ઉત્પન્ન થયા. માતાને ૧૪ સ્વમ આવ્યાં. માગશર વદિ પાંચમે જન્મ થતાં દેવદેવીઓએ પ્રભુને ઉત્સવ કર્યો. ગર્ભ વખતે માતા સર્વ વિધિમાં કુશળ હતાં, તેમજ તેમને પુષ્પના દોહદથી પુત્રને દાંત આવ્યા હતા, તે પરથી તેમનાં સુવિધિ અને પુષ્પદંત એવાં બે નામ રાખવામાં આવ્યાં. યૌવન પામતાં પિતાના આગ્રહથી તેઓ અનેક રાજકન્યાઓ પરણ્યા. પછી પિતાની ગાદીએ આવ્યા. ૫૦ હજાર પૂર્વ કુમારપણે રહ્યા, તથા ૫૦ હજાર પૂર્વ ઉપર ૨૮ પુર્વાગ સુધી તેમણે રાજ્ય ભોગવ્યું. તે પછી કાંતિક દેવોની પ્રેરણાથી પ્રભુએ વાર્ષિકદાન આપી માગશર વદિ ૬ ના રોજ એક હજાર રાજાઓ સાથે સંયમ અગીકાર કર્યો. ચાર માસ છદ્મસ્થપણે રહ્યા પછી પ્રભુને મહાપ્રકાશ આપનારું એવું કૈવલ્યજ્ઞાન થયું. તેમને વરાહ આદિ ૮૮ ગણધરે હતા. પ્રભુના સંઘ પરિવારમાં ૨ લાખે સાધુ, ૧૨૦ હજાર સાધ્વી, ૨૨૯ હજાર શ્રાવકે તથા ૪૭૨ હજાર શ્રાવિકાઓ હતા. કેવળજ્ઞાન થયા પછી સુવિધિજિને એક લાખ પૂર્વમાં ૨૮ પૂર્વાગ અને ચારમાસ એાછા, સમય સુધી કેવળીપણે વિચરી અનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર કર્યો. અંતે સમેતશિખર પર, એક હજાર મુનિઓ સાથે, માસિક અનશને કારતક વદિ ૯ મે પ્રભુ નિર્વાણ પધાર્યા. તેમનું કુલ આયુષ્ય બે લાખ પૂર્વનું હતું. ૨૩૭ સોમિલ*. ભ. પાર્શ્વનાથના સમયમાં વારાણશી નગરીમાં સામિલ નામે બ્રાહ્મણ હતા. તે મહાસમૃદ્ધિવંત, તથા ચારદાદિ છે શાસ્ત્રમાં પારંગત હતા. * ગજસુકુમારને ઉપસર્ગ આપનાર, બીજા સેમિલનું વૃત્તાંત ગજસુકુમારની કથાના અંતરભાગમાં આવી જતું હોઈ તે અહિ લીધું નથી. –સ.

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372