________________
૩૧૮
હતા. તેમના પરિવારમાં ૩ લાખ સાધુ, ૪૩૦ હજાર સાધ્વીઓ, ૨૫૭ હજાર શ્રાવકે અને ૪૯૩ હજાર શ્રાવિકાઓ હતા. પ્રભુ પાંચ લાખ પૂર્વ કુમારપણે રહ્યા. ૧૪ લાખ પૂર્વ અને ૨૦ પૂર્વાગ સુધી રાજ્ય કર્યું. એક લાખ પૂર્વમાં વીસ પૂર્વગ અને નવમાસ ઓછા, સમય સુધી કેવળી તરીકે વિચર્યો. ત્યાર પછી સમેત શિખર પર જઈ, ૫૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી ફાગણ વદિ ૭મે પ્રભુ મેક્ષ પધાર્યા. તેમનું કુલ આયુષ્ય ૨૦ લાખ પૂર્વનું હતું.
૨૨૯ સુબાહુકુમાર હસ્તીનાપુર નામનું નગર હતું. ત્યાં સુમુખ નામને ગાથાપતિ રહેતો હતો. તે નગરના સહસ્ત્રવન નામના ઉદ્યાનમાં ધર્મષ નામના સ્થીર બીરાજતા હતા. એકદા તેમના પટ્ટશિષ્ય શ્રી સુદત્ત અણગાર આજ્ઞા લઈને ભિક્ષાર્થે નીકળ્યા. ફરતાં ફરતાં તેઓ સુમુખ ગાથાપતિને ઘેર આવી પહોંચ્યા. જૈન મુનિને દેખી ગાથાપતિને ઘણો જ આનંદ થયો. આસન પરથી તરત ઉભા થઈ સાત આઠ પગલાં આગળ જઈ તેમણે મુનિને ભાવપૂર્વક વંદન કર્યું, અને અત્યંત પ્રેમપૂર્વક મુનિને ચાર પ્રકારનો આહાર વહોરાવ્યો. સુપાત્રદાનના પ્રભાવથી, ગાથાપતિના ઘરમાં સાડાબાર કોડ સોનામહોરો, અને પાંચ પ્રકારના પુષ્પની વૃષ્ટિ થઈ આ દ્રશ્ય ઘણાએ જોયું. લોકો દિગ્મઢ બન્યા, અને સર્વ કેઈ સુમુખ ગાથાપતિને દાન આપ્યા બદલ ધન્યવાદ આપવા લાગ્યા. ઘણા વર્ષનું આયુષ્ય ભોગવી, સુપાત્ર દાનનું મહાન પુણ્ય ફળ ઉપાર્જન કરી, સુમુખ ગાથાપતિ ભરીને હસ્તિશીષ નામના મહા ઋદ્ધિવંત નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણું રાણીની કક્ષામાં પુત્રપણે અવતર્યા. નામ “સુબાહુકુમાર.
પાંચ ધાવમાતાઓ અને અનેક દાસ દાસીઓના લાલન પાલન વડે કુમાર વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે બાલ્યાવસ્થા વીતાવી