________________
૩૧૭ શૂળી પર ચડવા તૈયાર થશે. તેને થળી પર ચડાવવામાં આવ્યા, ત્યાં તેણે હદયના એકાગ્રભાવે પરમ પવિત્ર પંચપરમેષ્ટિ દેવેનું આરાધન કરવા માંડયું. પવિત્ર નવકાર મંત્રના પ્રભાવે શૂળી એક સિંહાસનના રૂપમાં ફેરવાઈ ગઈ. અર્થાત દેવોએ તેના શિયળના પ્રતાપે શૂળીને સિંહાસન બનાવી દીધું. રાજા આ જોઈ દિગમૂઢ બની ગયું. તેણે સુદર્શનને સત્ય હકીકત કહેવાનું કહ્યું: અભયારાણીને અભયદાન આપવાની શરતે સુદર્શને રાજાને સર્વ હકીકત કહી. આખરે સુદર્શન શેઠ દીક્ષા અંગીકાર કરી દેવલોકમાં ગયા.
૨૨૭ સુપ્રભ (બળદેવ) તેઓ દ્વારિકા નગરીના સેમરાજાની સુદર્શના રાણીના પુત્ર, અને પુરુષોત્તમ નામક વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેઓ ચોથા બળદેવ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેઓ પપ લાખ વરસનું આયુષ્ય ભેગવી અનંતનાથ પ્રભુના સમયમાં ચારિત્ર લઈ મોક્ષમાં ગયા.
- ૨૨૮ સુપાર્શ્વનાથ વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ નામે રાજા હતા. તેમને પૃથ્વી નામે રાણી હતી. તેના ઉદરમાં છઠ્ઠી રૈવેયકથી ચ્યવી ભાદરવા વદિ અષ્ટમિએ તેઓ ઉપ્તન્ન થયા. માતાને ૧૪ સ્વપ્ન આવ્યાં. જેઠ શુદિ બારશે પ્રભુનો જન્મ થયો. ઈદ્રોએ મેરૂપર્વત પર જઈ જજોત્સવ ઉજવ્યો. પિતાએ જન્મોત્સવ કરી પુત્રનું “સુપાર્શ્વનાથ” એવું નામ પાડયું. યૌવનવય થતાં પિતાની આજ્ઞાથી તેમણે અનેક રાજ્યકન્યાઓ સાથે લગ્ન કર્યું, તે પછી તેઓ રાજ્યાસને આવ્યા. ભોગાવલી કર્મ પૂરું થતાં લોકાંતિક દેએ પ્રભુને પ્રેરણા કરી, એટલે તેમણે વરસીદાન આપી, જેઠ શુદિ તેરસે એક હજાર રાજાઓ સાથે સંયમ અંગીકાર કર્યો. નવમાસ છત્મસ્થ અવસ્થામાં વિતાવતાં પ્રભુને ફાગણ વદિ છઠ્ઠને રોજ કૈવલ્યજ્ઞાન થયું. તેમને ૯૫ ગણધરે હતા. તેમાં વિદર્ભ સૌથી મોટા