________________
૩૧
રાજાએ શહેરમાં ઢંઢેરા પીટાવ્યા અને આ વાતની રૈયતને જાણુ કરી. સ્ત્રીઓનાં ટાળે ટાળાં ચારણીથી પાણી કાઢવા માટે હાલી નિકળ્યાં. પણ જ્યાં સુતર બાંધી ચારણી કૂવામાં નાખે કે તરત સુતર તૂટી જાય; અગર ન તૂટે તે ચારણીના છિદ્ર દ્વારા પાણી નિકળી જાય. પરિણામે આખા ગામની સ્ત્રીઓમાંથી કાઈ એવી પતિવ્રતા ન નીકળી કે જે કૂવામાંથી સહિસલામત પાણી કાઢી શકે. આ જાણી સુભદ્રાએ કૂવામાંથી પાણી કાઢવા માટે સાસુ તથા પતિની આજ્ઞા માગી. સાસુ તે આ સાંભળતાં જ ભભકી ઉઠી. અને ખાલી:–હવે જોઈ જોઈ તને, પતિવ્રતાપણુ' બતાવવા આવી છે તે ! સુભદ્રાએ આજીજી કરી અને મહામુશીબતે રજા મેળવી. સુભદ્રા કુવા આગળ આવી પહોંચી.
સુભદ્રાના પ્રયાસથી ચારણી પાણીથી ભરાઈ ને બહાર આવી. ગામ લોકો આશ્ચર્ય પામ્યા. તરત જ તેણીએ રાજગૃહી નગરીના ત્રણ દરવાજાને પાણી છાંટયું. દરવાજા એકદમ ઉધડી ગયા. ચેાથા દરવાજો સુભદ્રાએ મધ રહેવા દોધા અને કહ્યું કે હજી કોઈ સ્ત્રી પતિવ્રતા હાવાના દાવા કરતી હોય તે તેમના માટે આ દરવાજો બધ રાખ્યા છે, તે તે પેાતાની ઉમેદ પાર પાડે, છતાં કોઈ તૈયાર થયું નહિ.
સુભદ્રાને સૌ કાઈ ધન્યવાદ આપવા લાગ્યાં. તેની સાસુ નણુંદના મ્હોં કાળાં થયાં અને બધાં તેમને ધિક્કારવા લાગ્યાં. છેવટે રાજાએ પણ તે મહાસતીને ઘણું માનપાન પહેરામણી આપ્યાં અને વાજતે ગાજતે તેને ઘેર પહાંચાડી. આખરે સુભદ્રાએ દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું.
સાર—પરધમ માં કન્યા આપવાથી કેવું નુકસાન થાય છે, તેમજ સંસ્કારી સ્ત્રીએ વાતાવરણ કેવું સુવાસિત બનાવે છે, અને અસંસ્કારી સ્ત્રીઓ કેવું દુર્વાસિત બનાવે છે તેને આ વાત પુરાવા આપે છે. -સું.