________________
૩૨૧ પીડા થવા લાગી. આ મનિ જિનકલ્પિત સાધુ હતા, એટલે તેઓ શરીરના સંસ્કારથી વિમુખ હતા. સુભદ્રાને દયા આવી. તેથી સુભદ્રાએ પિતાની જીભના ટેરવાથી મુનિની આંખ માંહેનું પેલું તણખલું ઉપાડી લીધું; પણ સુભદ્રાનું કપાળ અચાનક મુનિના કપાળ સાથે અડી ગયું. તેથી સુભદ્રાએ કરેલા કંકુના ચાંલાની છાપ મુનિના કપાળમાં પડી. મુનિ ત્યાંથી ભિક્ષા લઈને બહાર નીકળ્યા.
એવામાં જ સુભદ્રાની સાસુ તથા નણંદે મુનિના કપાળમાં ચાંલ્લો જે. તેઓ તે સુભદ્રાના છિદ્રો શોધતી જ હતી. તેથી સુભદ્રાના પ્રમાદનો લાભ આ રીતે તેઓએ મેળવ્યો. તરત જ તેમણે આ દશ્ય બુદ્ધદાસને બતાવ્યું, અને કહ્યું કે અમે હેતા કહેતા કે સુભદ્રા કેવી પતિવ્રતા છે ?
બુદ્ધદાસને વહેમ સાચો ઠર્યો. સરળ સન્નારી પર સંકટ આવ્યું. તે પતિની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી. કાચા કાનના બુદ્ધદાસે તેને ત્યાગ કર્યો. સુભદ્રાના દુઃખને પાર ન રહ્યો, તે કર્મને જ દોષ દેવા લાગી અને કોઈ રીતે માથે આવેલું કલંક દૂર કરવાના વિચાર કરવા લાગી. તેણે અઠમ તપ આદર્યો, અને શાસન દેવીનું આરાધન કર્યું. છેલ્લી રાત્રિએ દેવીએ આવીને કહ્યું. ફિકર ન કર. બહેન, સવારે સઘળું સારું થશે.
સવાર થતાં જ ચંપાનગરીના દરવાજા ઉઘડ્યા નહિ. લોકોને જવા આવવાની હરક્ત પડી. રાજાએ પણ વાત જાણી. સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં. ઘણું મંત્ર-ઉપચાર કર્યો, પણ ફેકટ. બધાએ દેવતાઓનું સ્મરણ કર્યું. ત્યારે આકાશવાણું થઈ કે કોઈ મહાસતી કાચા સુતરના તાંતણાથી ચારણને બાંધી કૂવામાંથી પાણી કાઢે; અને તે પાણી દરવાજાને છાંટે તો દરવાજા ઉઘડે.