________________
૩૦૭
૨૨૧ સ્થૂળભદ્ર. વીર સંવત. ૨૧૫ ની આ વાત છે. મગધદેશની રાજ્યધાની પાટલીપુત્રમાં નંદરાજા રાજ્ય કરતા હતા. તેમને શકપાલ નામનો બુદ્ધિશાળી મંત્રી હતા. તે મંત્રીને બે પુત્રો હતા. એકનું નામ સ્થૂળભદ્ર, અને બીજાનું નામ શ્રેયક.
રાજ્યને માનિતા મંત્રી અને રાજાને મુખ્ય સલાહકાર, એટલે તેને ત્યાં શી કમીના હોય ! ધન, લક્ષ્મી, બાગ, બગીચા, સુંદર આવાસે, નોકર ચાકર ઈત્યાદિથી આ કુટુંબ આનંદ ભગવતું હતું.
તે નગરમાં કશ્યા નામની એક સુવિખ્યાત વેશ્યા રહેતી હતી. તે સાંદર્યને ભંડાર હતી,ગાનતાનમાં કુશળ હતી, કટાક્ષ કળામાં પ્રવિણ હતી. ભલભલા પુરૂષો તેને જોઈને બે ઘડી થંભી જતા. તેની
ખ્યાતિ દેશ પરદેશમાં પહોંચી ગઈ હતી. આ વાત પૂળભદ્રના જાણવામાં આવી. સ્થૂળભદ્રને તે સ્થાને જોવાનો ભાવ થયો. વસ્ત્રાલંકારો પહેરી એકવાર તે કેશ્યાના આવાસમાં ગયા. કોસ્યાએ સ્થૂળભદ્રનું સ્વાગત કર્યું. કશ્યાને જોઈને સ્થૂળીભદ્ર જગતનું ભાન ભૂલી ગયા. કેશ્યાના રૂપમાં તે મુગ્ધ બન્યા અને તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. ઘેરથી પુષ્કળ ધન મંગાવ્યા કરે, કોચ્ચાને આપે. કોસ્યા પ્રેમથી તેને ચાહે. આ રીતે બંને જણ પ્રેમવિલાસમાં સમય પસાર કરે.
આમ કરતાં કરતાં બાર વર્ષના વહાણું વીતી ગયા. સ્થળભદ્રના પિતા મૃત્યુ પામ્યા. શ્રેયકે આવીને ખબર આપ્યા કે ભાઈ, “હવે તે સમજે, આપણા પૂજ્ય પિતા ત્યારે જાપ જપતાં મૃત્યુ પામ્યા છે !” આ સાંભળી ધૂળીભદ્ર ચમકયા. એક વેશ્યાના પ્રેમમાં પડી ઘરબાર, માતાપિતા, બધાને ભૂલી ગયા બદલ તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા, એટલું જ નહિ પરંતુ મૃત્યુ આગમચ પિતાને મેળાપ ન થયે, એ હેમને ભારે દુઃખ લાગ્યું. એકદમ જેમ સાપ કાંચળી છેડીને નાસે તેમ સ્થૂળીભદ્ર વેશ્યાભૂવનમાંથી પલાયન કરી ગયા.