________________
૩૧૧ સ્વર્ગનાં કામગ ભેગવ્યાં, છતાં જીવની તૃપ્તિ ન થઈ, તે શું આ ક્ષણિક અને તુચ્છ મનુષ્યના વિષયભોગથી જીવની વૃદ્ધિ થશે ખરી? વિચાર કરે, મહારાજ, આપને નેપાળમાં મોકલવાને મહારોએજ ઉદ્દેશ હતો. હું તે સ્થૂળીભદ્રજીના ઉપદેશથી શ્રાવિકા થઈ છું; એટલે હજુયે તમને મહારી સાથે ભોગ ભોગવવાનો અભાવ હોય તે મહારાથી તે તૃપ્ત નહિ થઈ શકે મહારાજ. આપ સાધુ ધર્મથી ભ્રષ્ટ બન્યા; એટલું જ નહિ પણ ભર ચોમાસામાં આપ નેપાળમાં ગયા. માટે આપ આપના ગુરુ પાસે જઈ ક્ષમાપના લ્યો અને પવિત્ર થાઓ ! મનુષ્યભવ, સંતસમાગમ, શાસ્ત્રશ્રવણ, અને સંયમદશા આ જીવને અનંતકાળે પણ મળવા દુર્લભ છે એ સમજે.
સાધુ આ સાંભળી સ્થિર થઈ ગયા. તેઓ પવિત્ર કેશ્યા અને સ્થૂળભદ્રને ધન્યવાદ આપવા લાગ્યા. તત્કાળ તેઓ ત્યાંથી ગુરૂ પાસે આવ્યા અને પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થયા. ધન્ય છે, સ્થળીભદ્રસમા નિશ્ચળ વૈરાગી મહાપુરૂષને !
રરર સીતા વિદેહદેશના જનક રાજાને સીતા નામે પુત્રી હતી. તે મહા પતિવ્રતા સતી હતી. તે ઉમર લાયક થતાં જનક રાજાએ સ્વયંવર રચ્ચે, જેમાં અનેક રાજાઓ આવ્યા. ત્યાં અયોધ્યાપતિ દશરથ રાજાના પુત્ર શ્રી રામ ધનુષ્ય તોડી સીતાને પરણ્યા. સુખને સમય આવ્યો તે વખતે રામચંદ્રજીને પિતાના વચનને ખાતર રાજ્યગાદીને સ્થાને વનવાસ સ્વીકારવો પડ્યો. “પતિ ત્યાં સતી' એ ન્યાયે સીતા રામચંદ્રજીની સાથે વનમાં ગયા, અને વૃક્ષનાં ફળ, ફૂલ, પાન વગેરે ખાઈ જીવન નિર્વાહ ચલાવવા લાગ્યા. તેવામાં એક કૃત્રિમ અલૈકિક મૃગને જોઈ તેને પકડવાનું સીતાજીને મન થયું અને રામને આગ્રહ કરી તે મૃગ લેવા મેકલ્યા; પાછળ લક્ષ્મણ પણ ગયા. આ તકને લાભ લઈ લંકાને રાજા રાવણ કપટ યુક્તિથી સીતાજીનું હરણ કરી લંકામાં