________________
૩૩
થશે. તે કિશોરાવસ્થાએ પહોંચ્યા, ત્યારે કીર્તિધર રાજાએ તેને રાજ્યાસને સ્થાપીને વિજયસેન નામક મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી એકવાર કીર્તિધર મુનિ માસક્ષમણને પારણે ભિક્ષાર્થે શહેરમાં નીકળ્યા, તેવામાં તેમની પત્ની સહદેવીએ તેમને રાજમહાલયની અગાશીમાંથા જોયા. જોતાંજ તેણુને વિચાર થયો કે મારા પતિને મુનિ વેશમાં જઈને, જે ભારે પુત્ર સુકોશલ પણ દીક્ષા લેશે તો મહા અનર્થ થશે, એમ ધારી કઈ વેશધારીઓ પાસે તેણુએ કીતિધર મુનિને નગરની બહાર કઢાવી મૂકયા. આ સમાચાર જાણું સુકેશલની ધાવમાતા રુદન કરવા લાગી. સુકેશલે તેણીને રુદનનું કારણ પૂછતાં, તેણીએ કહ્યું કે જ્યારે હમે ન્હાની વયમાં હતા ત્યારે તમારા પિતાએ તેમને રાજ્યાસને બેસાડીને દીક્ષા લીધી હતી. તેઓ આજે ભિક્ષાર્થે નગરમાં આવ્યા હતા, અને જે હમે તેમને જુઓ તે હમે પણ દીક્ષા લઈ લ્યો, એ હેતુથી તમારી માતાએ તે ક્ષમાશીલ મુનિને નગરની બહાર કઢાવી મૂક્યા છે. આ વાત જાણું સુકેશલ પિતાના સ્થાને ગયે; અને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી તે પણ દીક્ષિત થયો. આથી તેની માતા સહદેવીને અતિશય સંતાપ થવા લાગ્યો. અનુક્રમે આર્તધ્યાનથી તે મૃત્યુ પામીને કોઈ ગિરિની ગુફામાં વાઘણુ થઈ.
એકવાર આ બંને પિતા પુત્ર સાધુ એક પર્વતની ગુફામાં ચાતુર્માસ કરીને રહ્યા. ચાતુર્માસ પૂરો થતાં તેઓ બંને ભિક્ષા મેળવવા માટે બહાર ચાલ્યા. ત્યાં માર્ગમાં યમદૂતી જેવી પેલી વાઘણે તેઓને દીઠા. તેનામાં પૂર્વભવનું વૈર જાગૃત થયું. મોટી ત્રાડે ભારતી તે દુષ્ટ વાઘણ સુશિલ મુનિ સામે ઘુરકીયા કરતી દોડી આવી. પિતાને ઉપસર્ગ આવેલું જાણું બને મુનિઓ ધર્મધ્યાનમાં સ્થિર બની કાયોત્સર્ગમાં રહ્યા. વાઘણે સુશલ મુનિનું શરીર ફાડીને માંસનું ભક્ષણ કરવા માંડયું. સુકોશલ મુનિ “વાઘણ મને કર્મક્ષય