________________
૩૧૪
કરવામાં સહાયભૂત છે એમ માની શુકલધ્યાને ચડ્યા; કે તરત જ તેમને કૈવલ્યજ્ઞાન થયું. વાઘણે તે પછી કીર્તિધર મુનિને પણ ફાડી ખાધા. કીર્તિધર મુનિ પણ શુકલધ્યાન ભાવતાં કૈવલ્યજ્ઞાન પામે મેક્ષમાં ગયા.
રર૪ સુદર્શન (બળદેવ) તેઓ અશ્વપુર નગરના શિવરાજ રાજાની વિજયા રાણીના પુત્ર અને પુરૂષસિંહ નામક વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેઓ પાંચમા બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ ધર્મનાથ પ્રભુના વખતમાં ૧૭ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી મેક્ષમાં ગયા.
૨૨૫ સુધર્માસ્વામી. તેઓ પ્રભુ મહાવીરના પાંચમા ગણધર હતા. કેટલાક ગામના રહિશ, અગ્નિ વેશ્યાયન ગેત્રમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ધનમિત્ર અને માતાનું નામ ભદિલા. ઉત્તર ફાળુની નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. તેઓ અતિશય બુદ્ધિમાન હોવાથી ૧૪ વિદ્યામાં પારંગત થયા. તેમને એવો સંશય હતો કે–જે પ્રાણુ જેવો આ ભવમાં હોય તે જ તે પરભવમાં થાય છે કે બીજા સ્વરુપે ? ભ. મહાવીરે તેમને આ શંસય દૂર કર્યો, જેથી તેમણે પણ ૧લા અને ૪થા ગણધરની માફક ૫૧મા વર્ષે પ્રભુની પાસે દીક્ષા લીધી. તેમણે ૪ર વર્ષ સુધી છદ્મસ્થપણું ભોગવ્યું. તેમાં ૩૦ વર્ષ સુધી વિરપ્રભુની સેવામાં અને ૧૨ વર્ષ સુધી ગૌતમસ્વામીની સેવામાં રહ્યા. ૧૨ વર્ષ વીત્યા બાદ તેઓ કૈવલ્યજ્ઞાન પામ્યા. ૮ વર્ષ કેવલ્યપણે વિચરી શ્રી જંબુસ્વામી આદિ ઘણા ભવ્ય જીવોને પ્રતિબધી ૧૦૦ વર્ષનું આયુષ્ય પુરૂં થતાં વૈભારગિરિ પર એક માસનું અનશન કરી તેઓ વીરપ્રભુના નિર્વાણ પછી ૨૦ વર્ષે મેક્ષમાં ગયા. પ્રભુ મહાવીર મેક્ષમાં ગયા તે સમયે ૧૧માંથી માત્ર