________________
૩૦૨
અને તેણે મહારાજાના રૂપ સામે જોયું. સનતકુમારે વિચાર્યું કે હમણ આ મહારાજ મહારાં રૂપની ખૂબ પ્રશંસા કરશે; પરંતુ ઉક્ત બ્રાહ્મણે તેનું રૂપ જોઈને નિસાસો નાખ્યો અને બીજી બાજુ ફરીને ઉભે રહ્યો. આ જોઈ અનંતકુમારને આશ્ચર્ય થયું. તરત જ તેમણે બ્રાહ્મણને પૂછ્યું, મહારાજ, આમ કેમ ? પહેલી વખત તે તમે ખુશ થયા હતા અને આ વખતે દીલગીર થવાનું કારણ શું? બ્રાહ્મણે કહ્યું, મહારાજા, પહેલા તમારું શરીર અમૃતમય હતું. અને અત્યારે તે ઝેરમય છે. સનંતકુમારે વિસ્મિત થતાં પૂછયું. એમ શાથી મહારાજ ? બ્રાહ્મણે કહ્યું –મહારાજા, પરીક્ષા કરવી હોય તે તમે મહોંમાંથી ચૂં કે. તે ઘૂંક પર માખી બેસતાંની સાથે તે મરણ પામશે. આ સાંભળી સનતકુમાર ધૂ કયા, તરતજ માખી તે પર બેસી મરણ પામી. સનતકુમારને જ્ઞાન થયું. તે સમજ્યા કે ખરેખર અભિમાન રૂપી ઝેરનું મિશ્રણ થવાથી આ સ્થિતિ થઈ.તો પછી ક્રોધ, માન, માયા, લોભ, રાગ દ્વેષ એ બધી વસ્તુઓ જ્યાં સુધી આત્મામાં હોય, ત્યાંસુધી શા કામનું? તેમજ આ નાશવંત અને ક્ષણિક શરીર પર આટલો બધો મેહ શા માટે હોવો ઘટે ? આ શરીર મળમૂત્રનું ભાજન છે, તેમાંથી ઝેર પણ પ્રગમે છે. આવા ગંદા શરીરને ભરોસો છે ? માટે તે પરથી મમતા ઉતારી નાખવાની અને આત્માના સ્વસ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં તલ્લીન બનવાની આવશ્યકતા છે. તરતજ અનંતકુમારને વૈરાગ્ય થશે. અને તેઓ સર્વ રિદ્ધિસિદ્ધિ છેડીને દીક્ષા લઈને ચાલી નીકળ્યા. '
એકવાર તેમના શરીરમાં રોગ ઉપન્ન થયો. એક દેવ વૈદનું રૂપ ધરીને આવ્યો અને સનંતકુમારને કહ્યું. હે મુનિ ! આપને રોગ થયો છે. તો હું આપની દવા કરી તે રોગ મટાડું. સનંતકુમારે જવાબ આપ્યો. વૈદરાજ, કર્મ રૂપી અસાધ્ય રોગને મટાડી શકવા તમે સમર્થ હો, તો ભલે મટાડે. બાકી આ રોગને તે હું પણ મટાડી શકું છું; એમ કહી તરતજ તેમણે પિતાની આંગળી ઘૂંકવાળી કરીને પેલા રોગ પર ઘસી. પરિણામે અનંતકુમારને રેગ શાંત થઈ