________________
300
લાવી દેવે તેમના સંહાર કર્યાં, છતાં તે જરા પણ ડગ્યા નહિ. છેવટે દેવે તેની સ્ત્રીને મારી નાખીને તેનું માંસ તળી તેના શરીરપર લેાહી છાંટવાના ભય જ્યારે બતાવ્યા, ત્યારે ‘સદાલપુત્રને ઘણું જ લાગી આવ્યું; તેથી તે દેવને પકડવા ઉઠયા, તરત જ દેવ નાસી ગયે અને સટ્ટાલપુત્રના હાથમાં એક સ્તંભ આવ્યા. સદ્દાલપુત્રે કાલાહલ કર્યાં. આ સાંભળી તેની સ્ત્રી દોડી આવી. સટ્ટાલપુત્રે હકીકત કહી. એ સ દેવની માયા હોવાનું તેની સ્ત્રીએ કહેવાથી સદ્દાલપુત્રે પ્રાયશ્રિત લીધું. તે પછી ૧૧ પ્રતિમા ધારણ કરીને, એક માસના સંથારા ભાગવી, સદ્દાલપુત્ર કાળ ધર્મ પામ્યા, અને મરીને પહેલા દેવલેાકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં તે મેાક્ષ જશે.
૨૧૬ સનતકુમાર ચક્રવર્તી.
હસ્તીનાપુર નગર હતું. ત્યાં અશ્વસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને સહદેવી નામે સુસ્વરૂપવાન રાણી હતી. એક રાત્રીએ આ રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં. તરત રાણી જાગૃત થઈ અને દીઠેલ સ્વપ્નનું રટણ કરવા લાગી. પ્રભાત થતાં રાણીએ રાજા પાસે જઇને સ્વપ્નની વાત કરી. રાજાએ સ્વપ્નપાડાને ખેાલાવી સ્વપ્નનું કુળ પૂછ્યું. સ્વપ્ન પાઠકોએ કહ્યું કે ચૌદ પ્રકારના સ્વપ્ના તીર્થંકરની માતાને કે ચક્રવર્તીની માતાનેજ આવે. તેથી તમારે ત્યાં એક ભાગ્યશાળો પુત્ર અવતરશે. કાંતા તે તીર્થંકર થશે, અગર ચક્રવતી થશે. રાજાએ સ્વપ્નપાઠકાને પુષ્કળ દ્રવ્ય આપી વિદાય કર્યો.
અનુક્રમે નવમાસ પૂર્ણ થયે સહદેવી રાણીએ એક તેજસ્વી, દૈદિપ્યમાન પુત્રને જન્મ આપ્યા. રાજાએ કુમારના જન્માત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યા. રાજાને રિદ્ધિ સિદ્ધિના પાર ન હતા, તેથી તેણે ગરીબ ગુરબાને ખૂબ દાન દીધું અને પુત્રનું ‘ સનતકુમાર ’ એવું નામ પાડયું.