________________
૨૯૮
છે. તેના વિચારે કપટ યુક્ત ન હતા; પણ ધર્મમય હતા. આ સાંભળી સર્વ શ્રાવકેએ શંખજીની ક્ષમા માગી. તે પછી ભગવાનને શંખજીએ કેટલાક પ્રશ્નો પૂછી ખુલાસા મેળવ્યા, અને પ્રભુને વંદન કરી ઘેર ગયા.
આ વખતે શ્રી ગૌતમે ભગવાનને પૂછયું –હે પ્રભુ, શંખ શ્રાવક સાધુ થશે? પ્રભુએ કહ્યું –ના. શ્રી ગૌતમે પૂછયું ત્યારે તેઓ ગૃહસ્થપણામાં કાળધર્મ પામી કયાં જશે? શ્રી પ્રભુએ કહ્યું કે તેઓ દેવગતિમાં જશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેજ ભવમાં મોક્ષ જશે.
૨૧૫ સદાલપુત્ર (સંકડાલપુત્ર)
પોલાસપુર નગરમાં ગશાળાના મતનો ઉપાસક સદાલપુત્ર નામે એક કુંભાર રહેતો. તેને એક કોડ સોનામહોર જમીનમાં, એક ક્રેડ વ્યાપારમાં અને એક કેડ ઘર વખરામાં એ રીતે ત્રણ કોડ સોનામહેર હતી. દશ હજાર ગાયનું એક ગોકુળ તેને ત્યાં હતું. તે મહા ઋદ્ધિવંત હતો. તેને કુંભારના ધંધાની પાંચસો દુકાને હતી. અગ્નિમિત્રા નામની સુશીલ અને સુસ્વરૂપવાન સ્ત્રી હતી. આ સર્વ સુખમય સામગ્રીમાં સદાલપુત્ર સમય વ્યતીત કરતો હતો. એક સમયે સદ્દાલપુત્ર પિતાની અશોક વાડીમાં આવી ગોશાળાના કહેલા ધર્મની ચિંતવણું કરતો હતો, તે સમયે એક દેવ તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો. હે સદ્દાલપુત્ર, આવતી કાલે સવારમાં ત્રિકાળજ્ઞાની શ્રી અહંત-જિનેશ્વર અહિં આવશે, માટે તું તેમની સેવા ભકિત બરાબર કરજે, તથા પ્રભુને પાટ પાટલા મકાન વગેરે જે જોઈએ તે આપજે. એટલું કહીને દેવ ત્યાંથી ચાલ્યો ગયો. સદ્દાલપુત્રે વિચાર કર્યો કે મહારા ધર્માચાર્ય મહા જ્ઞાન ધારક