________________
૨૯૯
ગેાશાલક મખલીપુત્ર આવશે, માટે હું તેમને વંદન કરીને સેવા ભકિત કરીશ.
પ્રાતઃકાળ થયા. પ્રભુ મહાવીર તે નગરના ઉદ્યાનમાં પધાર્યાં. સદ્દાલપુત્રે વાત જાણી, તેથી તે પરીવાર સહિત પ્રભુને વાંઢવા ગયેા. પ્રભુએ દેશના આપી. પ્રભુ જાણતા હતા કે સદ્દાલપુત્ર ગેાશાલકના મતને અનુયાયી છે અને જે વસ્તુ બનવાની હોય છે તેજ અને છે, તેમ માનનારા છે; પણ ઉદ્યમ, પુરૂષાને માનતા નથી. તેથી સાલપુત્રને સમજાવવા પ્રભુ મહાવીર તેને ત્યાં ગયા. અને ત્યાં પડેલા માટીના ઘડા સાલપુત્રને બતાવીને કહ્યું:-જુએ, આ માટીના ઘડા શી રીતે બન્યા ? સદ્દાલ પુત્રે કહ્યું, પ્રભુ, એતા બનવાના હતા ને અન્યા. પ્રભુએ કહ્યું, ઉદ્યમ કરવાથી થયાને ? ત્યારે સદ્દાલપુત્રે જવાબ આપ્યા:–પ્રભુ, જગતમાં જે બનવાનું હાય છે તે કુદરતી રીતે અન્યેજ જાય છે, તેમાં પુરૂષાને કંઈ લાગતું વળગતું નથી. સટ્ટાલપુત્રને પ્રભુએ સમજાવવાના પ્રયત્ન કર્યાં છતાં તે સમજ્યા નહિ. તેથી ક્રીથા પ્રભુએ પ્રશ્ન કર્યોઃ—જે કાઈ પુરૂષ હારા માટીના વાસણાને ફાડી નાખે, અથવા ત્હારી સ્ત્રી સાથે ભાગવિલાસ કરે તે તું શું કરે ? સટ્ટાલપુત્રે કહ્યું: “ હું તેને પૂરતી શિક્ષા કરૂં. પ્રભુએ કહ્યું. શિક્ષા કરવાનું કાંઈ કારણ ? જે બનવાનું છે તે અન્યેજ જાય છે તે ! સટ્ટાલપુત્ર તરત ચમકયા. તેણે પ્રભુ મહાવીરની વાત સત્ય માની, અને પુરૂષાને માનનારા થયા. પ્રભુએ તેને ધમ' સંભળાવ્યા. સટ્ટાલપુત્ર બારવ્રતધારી શ્રાવક થયા. આ વાતની ગેાશાલકને ખબર પડી. તેથી તે સદાલપુત્ર પાસે આવ્યા. પેાતાના મતને મનાવવા તેણે ઘણા પ્રયત્ન કર્યાં, પણ તે સ ફાગટ ગયા. એકવાર સદ્દાલપુત્ર પાષધશાળામાં ધર્મધ્યાન કરતા હતા, તે વખતે અ રાત્રીએ એક દેવ આવ્યા, તેણે ભયંકર રૂપે કરી સદ્દાલપુત્રને ધર્માંથી ચળાવવા ઘણા પ્રયત્ન કર્યાં; છતાં સદ્દાલપુત્ર ડગ્યા નહિ. સદ્દાલપુત્રના ત્રણે પુત્રાને
""