________________
૩૦૧ સનતકુમાર આનંદપૂર્વક વૃદ્ધિ પામ્યા. કેટલાક વખત પછી માતાપિતાના મૃત્યુ બાદ તે રાજ્યાન પર આવ્યા. આવતાં જ તેમણે
અનેક દેશો પર લડાઈ શરૂ કરી. મેટા મોટા રાજાઓને હરાવી તેમણે છ ખંડ ધરતીમાં ચોતરફ પોતાની આણ વરતાવી. કેમકે ચક્રવતીને ચક્રરત્ન, છત્રરત્ન આદિ નવરત્નો, તથા દેવો વગેરે સહાય હોય છે. આવી રીતે ચક્રવર્તી થઈ ને તેઓ સૂખપૂર્વક રાજગાદી ભેગવવા લાગ્યા.
સનંતકુમારનું શારીરિક રૂપ અદ્ભુત હતું. તેમના રૂપની જોડી સારાયે જગતમાં પણ ન મળે. એકવાર સુધર્મ દેવલોકમાં સભા હતી, તેમાં ઇદ્ર મહારાજાએ સનંતકુમારના રૂપની ઘણીજ પ્રશંસા કરી. તેમાંના એક દેવને અતિશયોક્તિ લાગવાથી તે સનંતકુમારનું રૂપ જેવાનો વિચાર કરી એક બ્રાહ્મણનું રૂપ ધરીને સનંતકુમારને જોવા આવ્યો. આ વખતે સનંતકુમાર સ્નાન કરતા હતા, અને હાવાના કેટલાક પદાર્થો ચેપડવાથી તેમનું શરીર જોઈએ તેવું સુંદર ન હતું, છતાં તેવું શરીર દેખીને પણ આ દેવના આશ્ચર્યને પાર ન રહ્યો. સનન્તકુમારે આ બ્રાહ્મણને જોઈને પૂછ્યું:-મહારાજ, કેમ પધારવું થયું છે ? બ્રાહ્મણે જવાબ આપ્યોઃ-મહારાજા ! મેં સાંભળ્યું હતું કે આપનું રૂપ બહુ તેજસ્વી અને સુંદર છે, તેથી જોવા માટે હું અત્રે આવ્યો છું, અને ખરેખર મેં સાંભળ્યું હતું તેથી ઓછું નહિ પણ વિશેષ દેદિપ્યમાન આપનું રૂપ અને કાંતિ છે. આ સાંભળી સનંતકુમારને અભિમાન આવ્યું અને બોલ્યા –મહારાજ, અત્યારે તો હું સ્નાન કરું છું અને શરીરે લેપ કરે છે, પરંતુ હું વસ્ત્રાભૂષણો સજી જ્યારે રાજસભામાં આવું ત્યારે આપ મારું રૂપ જેવા પધારજો. બ્રાહ્મણે કહ્યું: ભલે, મહારાજા, હું આવીશ.
અનંતકુમાર સ્નાન કરી, સુંદર વસ્ત્રાભૂષણો પહેરી રાજસભામાં દાખલ થયા. આ વખતનું તેમનું રૂપ સાક્ષાત દેવતાઓને પણ શરમાવે તેવું હતું. રાજા રાજસભામાં બેઠા છે તેવામાં પેલો બ્રાહ્મણ આવ્યો