________________
ભગવાનને પૂછતાં તેમણે કહ્યું કે દ્વીપ સમુદ્રો સાત નથી, પણ અસંખ્યાતા છે. આથી ગૌતમે લેકેને સત્ય સમજાવ્યું. એટલે શિવરાજ પ્રભુ મહાવીર પાસે આવ્યા. મેટી ધર્મસભા સમક્ષ ભગવાને દેશના આપી, તેમાં શિવરાજને સંશય ટળ્યો, તેથી તેમણે આરાધક બની ભગવાન પાસે દીક્ષા લીધી; અને તેજ ભવમાં તેઓ મેક્ષે ગયા.
૨૦૮ શ્રી દેવી રાજગૃહ નગરમાં સુદર્શન નામે મહાદ્ધિવંત ગાથાપતિ રહે હતો, તેને પ્રિયા નામે સ્ત્રી હતી. તેનાથી તેને એક પુત્રી થઈ હતી. તેનું નામ ભૂતા. ભૂતા જન્મથી જ વૃદ્ધ જેવી, કુમારપણામાં પણ વૃદ્ધ જેવી દેખાતી. શરીર પણ જીર્ણ જેવું, તેથી કોઈપણ પુરૂષ તેને પરણ્યો નહિ. તે સમયે પાર્શ્વનાથ પ્રભુ પધાર્યા. ભૂતા વંદન કરવા ગઈ. પ્રભુના ઉપદેશથી વૈરાગ્ય પામીને ભૂતાએ દીક્ષા લીધી અને પુષ્પચુલા નામે સાધ્વીજીની શિષ્યા થઈ. સમય જતાં ભૂતા શિથિલાચારી બનવા લાગી. હાથપગ મસ્તક મેટું વગેરે વારંવાર ધોવા લાગી, અને એ રીતે શરીરની શુશ્રુષા કરવા લાગી. પુષ્પચુલા સાધ્વીજીએ તેને સાધુને ધર્મ સમજાવીને તેમ ન કરવા સૂચવ્યું. અને પ્રાયશ્ચિત લેવાનું કહ્યું છતાં ભૂતાએ તે ગણકાર્ય નહિ, અને તેમનાથી જુદી પડીને એક જુદા ઉપાશ્રયમાં સ્વછંદપણે વિચરવા લાગી. ત્યાં છઠ અઠમ આદિ તપશ્ચર્યા કરતાં કરતાં ઘણું વર્ષ સંયમ પાળી, કાળકરીને તે સૌધર્મ દેવલોકમાં દેવીપણે ઉન્ન થઈ, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ. દીક્ષિત બનીને આખરે તે સિદ્ધગતિને પામશે,
૨૦૯ શિતળનાથ ભદ્દિલપુર નગરના દરથ રાજાની નંદાદેવી નામક રાણની કુક્ષિમાં દશમા દેવલોકથી ચ્યવી, વૈશાક વદિ ૬ની રાત્રીએ પ્રભુ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. અનુક્રમે મહાવદ ૧૨ ના રોજ