________________
૨૦૦
થઈ શાળીભદ્રના મહેલ આગળ નીકળે. ભદ્રા માતાએ તે વેપારીની સઘળી કાંબળો ખરીદી લીધી. વેપારી શેઠની ઋદ્ધિ જોઈને અજાયબ થયો.
બીજે દિવસે શ્રેણિક નૃપતિની રાણું ચલણએ તે રત્નકાંબળ લેવાનો રાજાને આગ્રહ કર્યો. એટલે રાજાએ તે વેપારીને બોલાવ્યો, પરંતુ રાજાએ જાણ્યું કે શાળીભદ્ર શેઠની માતાએ બધી કાંબળો ખરીદી લીધી છે ! આ જાણ રાજાના આશ્ચર્ય પાર ન રહ્યો કે પોતાના નગરમાં આવા સમૃદ્ધિશાળી રત્નો અસ્તિત્વ ધરાવે છે. ત્યારપછી તેમાંની એક કાંબળ રાણું માટે લઈ આવવા રાજાએ અભયકુમારને શાળીભદ્રને ઘેર મેકલ્યા. ભદ્રાએ મંત્રીનો ભાવપૂર્વક સત્કાર કરતાં કહ્યું કે મંત્રીજી, ધન્ય ભાગ્ય અમારાં કે આપે અમારે ત્યાં પગલાં કર્યા, પરંતુ દીલગીર છું કે તે કાંબળો શાળીભદ્રની સ્ત્રીઓએ સ્નાન કર્યા પછી, તે વડે અંગ લૂછીને ગટરમાં ફેંકી દીધી છે. આ સાંભળતાં અભયકુમારના આશ્ચર્યને પણ પાર રહ્યો નહિ. તેણે સઘળી વાત શ્રેણિક રાજાને કહી. શ્રેણિકે શાળીભદ્રને આવાસ જોવા જવાનો વિચાર કર્યો, તેથી તેઓ શાળીભદ્રને ઘેર આવ્યા. મહારાજા તથા મંત્રીશ્વર વગેરેનું ઉચિત સ્વાગત કરી ભદ્રાએ તેમને યોગ્ય આસને બેસાડયા. શ્રેણિકે શાળભદ્રના મુખદર્શનની ઈચ્છા વ્યક્ત કરી, એટલે ભદ્રામાતા ઉંચા પ્રાસાદના છેક ઉપરના ભાગમાં શાળીભદ્ર પાસે ગયા અને કહ્યું –ભાઈ! આપણે ત્યાં શ્રેણિક આવ્યા છે તે નીચે આવો. જેમને દુનિયાને લેશ પણ ખ્યાલ નથી એવા શાળીભદ્ર માતાનું વચન સાંભળીને કહ્યું. માતાજી ! શ્રેણિક આવ્યા હોય તે નાખો વખારે, એમાં મને પૂછવા જેવું શું હોય ? ભદ્રા સમજ્યા
કે શાળભદ્રને શ્રેણિક કેણુ છે તેની ખબર નથી. એટલે તેમણે ને કહ્યું –ભાઈ, શ્રેણિક મહારાજા ! રાજગૃહિના ભૂપતિ, આપણું
માલીક પધાર્યા છે. શાળીભદ્ર આ સાંભળી ચમક્યા. તેઓ વિચારમાં પડયા કે મહારે આટઆટલી સાહ્યબી, છતાં શું હારે માથે માલીક?