________________
૨૯૧ હું માલીક વગરને કેમ બનું ? એમ વિચાર કરતાં તેઓ વૈરાગ્ય વાન બન્યા. ડીવારે તેઓ રાજા પાસે આવી પ્રણામ કરી ચોગ્ય આસને બેઠા. રાજા શ્રેણિક શાળીભદ્રનું મુખ, તેમની રિદ્ધિ સિદ્ધિ, વગેરે જોઈ આનંદ પામ્યા અને રજા લઈ સ્વસ્થાનકે ગયા.
કેટલાક સમય પછી ત્યાં ધર્મધેષ નામના સ્થવર મહાત્મા પધાર્યા. તેમનું વ્યાખ્યાન સાંભળી શાળીભદ્ર દીક્ષા લેવાનો વિચાર કર્યો, અને માતા પાસે રજા માગી. માતાએ તેમને ધીમે ધીમે ત્યાગવૃત્તિ કેળવવાનું કહ્યું, એટલે માતાના સ્નેહને વશ થઈ શાળીભદ્ર દરરોજ એક એક સ્ત્રીને ત્યાગ કરવા લાગ્યા. તેવામાં તેમના બનેવી ધન્નાએ આવી તેમને ચેતવ્યા અને કહ્યું કે ઉઠો, સાવધાન થાવ. રેજ એક એક સ્ત્રીને ત્યાગવાની કાયરતા વીર પુરુષને સંભવે નહિ, હું આઠેય સ્ત્રીઓને ત્યાગીને ચારિત્ર લેવા માટે ઉઘુક્ત થયો છું. આ સાંભળી શાળીભદ્રના જ્ઞાનચક્ષુઓ સતેજ થયાં. તેઓ ધન્ના સાથે ત્યાં બિરાજમાન પ્રભુ મહાવીર પાસે ગયા અને દીક્ષા લીધી. સખ્ત તપ જપ ક્રિયાઓ કરી, અંતિમ સમયે વૈભારગીરી પર અનશન કરી શાળીભદ્ર સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા.
૨૦૭ શિવરાજ ઋષિ. હસ્તિનાપુરના શિવ નામના રાજાએ, પિતાના પુત્ર શિવભદ્રને રાજ્ય સોંપી, તામલીની માફક તાપસ દીક્ષા અંગીકાર કરી, અને માવજ જીવ છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરતા વિચરવા લાગ્યા. ઉગ્ર તપશ્ચર્યાને લીધે તેમને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું, જે વડે તેમણે સાત સમુદ્રો અને સાત દ્વીપ જોયાં. આથી તેમણે પોતે જોયેલી વસ્તુથી જગત પર કાંઈ વધારે નથી એવી પ્રરૂપણ કરવા માંડી. એવામાં ભ૦ મહાવીર હસ્તિનાપુરમાં પધાર્યા. ગૌતમ સ્વામી ગામમાં ગોચરી કરવા નીકળ્યા, ત્યાં લોકોના મુખે તેમણે શિવરાજની પ્રરૂપણું સાંભળી. '