________________
૨૮૫
શરીરથી આત્મા ભિન્ન છે' એવો સંદેહ હતો. ભ. મહાવીરના સમાગમમાં આવતાં ભગવાને તે સંદેહ દૂર કર્યો, એટલે તેમણે પોતાના ૫૦૦ શિષ્યો સહિત ૪૩ મા વર્ષે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છમસ્થપણામાં રહ્યા પછી પ૩ મા વર્ષે કૈવલ્યજ્ઞાન પામ્યા. ૧૮ વર્ષ કૈવલ્ય પ્રવજ્યમાં વિચરી, ૭૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં તેઓ નિર્વાણ પામ્યા. વાયુભૂતિ પ્રભુ મહાવીરના ત્રીજા ગણધર હતા.
૨૦૧ વાસુપૂજ્ય.
ચંપાપુરીના વસુપૂજ્ય રાજાની જયાદેવી નામક રાણીની કુક્ષિમાં દશમા દેવલોકમાંથી આવીને જેઠ શુદિ ૯ ની રાત્રિએ તેઓ ઉત્પન્ન થયા. માતાએ ૧૪ સ્વમ દીઠાં. સ્વપ્રપાઠકેએ મહાભાગ્યશાળી તીર્થકરને જન્મ થવાનું કહ્યું. રાજારાણી આનંદ પામ્યા. અનુક્રમે ગર્ભકાળ પૂરો થયે, ફાગણ વદિ ૧૪ ના રોજ પ્રભુને જન્મ થયો. ઈદ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. પિતાએ તેમનું “વાસુપૂજ્ય ” એવું નામ આપ્યું. યૌવનવય થતાં પિતાએ તેમને પરણવાનો અને રાજ્યાસને બેસવાનો આગ્રહ કર્યો, પરંતુ તેમણે ના કહી. આ સમયે લોકાંતિક દેવોએ આવી પ્રભુને ધર્મમાર્ગ પ્રવર્તાવવાની ઉદ્ઘોષણું કરી, એટલે તેમણે વરસીદાન આપી ૬૦૦ રાજાઓ સાથે, છઠ્ઠતપ સહિત ફાગણ વદી અમાસે દીક્ષા અંગીકાર કરી. વાસુપૂજ્ય સ્વામીના વખતમાં બીજા વાસુદેવ દિપૃષ્ટ, બળદેવ વિજય અને પ્રતિવાસુદેવ તારક એ ત્રણ ગ્લાદનીય પુરુષ થયા.
એક માસ છમસ્થપણે રહ્યા પછી, મહા સુદ ૨ ને દિવસે છઠ્ઠની તપશ્ચર્યામાં પ્રભુને કૈવલ્યજ્ઞાન થયું. તેમને સૂક્ષ્મ વગેરે ૬૬ ગણધર થયા. તેમના સંઘ પરિવારમાં ૭ર હજાર સાધુ, ૧ લાખ સાધ્વીઓ, ૨૧૫ હજાર શ્રાવકે અને ૪૩૬ હજાર શ્રાવિકાઓ હતા. વાસુપૂજ્ય સ્વામી પિતાનો મેક્ષકાળ સમીપ જાણી ચંપા