________________
૩૮૪
છતાં રાજાએ કહેણ મોકલ્યું કે આજે તમારે શ્રેણિક સાથેના યુદ્ધમાં સેનાપતિ તરીકે જવાનુ છે. આથી પેાતાના દેશની રક્ષાને ખાતર તે સેનાપતિ બની યુદ્ધે ચડયો. પરન્તુ પહેલા વ્રતની વિધિ અનુસાર પહેલા ધા તેણે ન કર્યાં પણ જ્યારે શ્રેણિકના સેનાપતિએ વરૂણ પર પહેલા ધા કર્યાં, અને વરૂણનાગનું મસ્થાન ભેદાયું, ત્યારે જ તેણે એકજ ધાથી તે સેનાપતિને સ્વધામ પહોંચાડી દીધા; આ વખતે તે મૃતવત્ સ્થિતિમાં હતા, તેથી તેણે રણુક્ષેત્રની બહાર જઈને એક જગ્યા પ્રમાર્જન કરીને આલેાચના લઈ સંથારા કર્યાં અને પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. શુદ્ધ પરિણામે તે કાળધમ પામીને પહેલા સૌધર્મ દેવલાકમાં ગયા; અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેજ ભવમાં તે મેાક્ષમાં જશે.
૧૯૯ વ્યક્ત ગણધર.
ભ. મહાવીરના ચેાથા ગણધર વ્યક્ત મહારાજ, કાલાક ગામના રહિશ હતા. તેમના પિતાનું નામ ધનમિત્ર. માતાનું નામ વારૂણી, તેઓ ભારદ્વાજગેાત્રના બ્રાહ્મણ હતા. તેમને ‘પૃથ્વી આદિ પાંચ ભૂત છે કે નહિ ' એ સંબંધી સંશય હતા. તે દૂર થતાં તેમણે પેાતાના ૫૦૦ શિષ્યા સાથે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી, અને ગણધર પદ પર આવ્યા. તેમણે ઈંદ્રભૂતિની માફ્ક ૫૧ મા વર્ષે દીક્ષા લીધી હતી. ૧૨ વર્ષ છદ્મસ્થપણે રહો ખૂબ અભ્યાસ કર્યાં. ૬૩ મા વર્ષે કૈવલ્યજ્ઞાન પામ્યા, ૧૮ વર્ષ કેવળીપણે વિચર્યા અને ૮૦ વનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ મેાક્ષમાં ગયા.
૨૦૦ વાયુભૂતિગણધર.
તે પહેલા અને બીજા ગણધર ઈંદ્રભૂતિ તથા અગ્નિભૂતિના ભાઈ થાય. તે ગૌતમ ગાત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર હતા. તેમને આ શરીર છે તેજ આત્મા છે કે
66