________________
२८७ પ્રાપ્ત કર્યું. વિમળનાથ તીર્થંકરનું એકંદર આયુષ્ય ૬૦ લાખ વર્ષનું હતું.
૨૦૪ શાલિહીપિતા. શ્રાવસ્તિ નગરીમાં શાલિહીપિતા નામે મહાદ્ધિવંત ગાથાપતિ હતા. તેમને ફલ્ગની નામે સુશીલ અને સુસ્વરૂપવાન સ્ત્રી હતી. એકદા પ્રભુ મહાવીર તે નગરીમાં પધાર્યા. શાલિહીપિતા પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુએ વ્યાખ્યાન આપ્યું. સાધુને અને શ્રાવકનો એમ બે પ્રકારનાં ધર્મો પ્રભુએ સંભળાવ્યા. શાલિહીપિતાએ વિચાર્યું કે મહારાથી સાધુધર્મ ગ્રહણ કરી શકાય તેમ નથી. પણ શ્રાવક ધર્મો તો હું જરૂર અંગીકાર કરું. એમ ધારી તેમણે પ્રભુ પાસે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા અને ધર્મ ધ્યાનમાં, વ્રતનિયમમાં અડગપણે રહેવા લાગ્યા. કેટલાક વર્ષ વિત્યાબાદ તેમને ઉપાધિમુક્ત થવાની ઈચ્છા થઈ. તેથી ઘરનો સઘળે કારભાર પોતાના જ્યેષ્ઠ પુત્રને સોંપી તેઓ પૌષધશાળામાં જઈ ધર્મધ્યાન કરવા લાગ્યા.
છેવટે તેમણે શ્રાવકની અગીયાર પ્રતિમા ધારણ કરી, સાધુ જીવન ગાળવું શરૂ કર્યું. તપશ્ચર્યાથી શરીર ક્ષીણ થતાં સંથારે કર્યો. એક માસને સંથારો ભોગવી અને આત્માની ઉચ્ચતમ દશાને ભાવતાં શાલિહીપિતા કાળધર્મને પામ્યા અને મારીને ૧લા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં અવતરી તેજ ભવમાં તેઓ મોક્ષ જશે.
૨૦૫ શાંતિનાથ. વર્તમાન ચોવિસીના સોળમા તીર્થકર અને પાંચમા ચક્રવર્તી હસ્તિનાપુર નગરના વિશ્વસેન રાજાની અચિરા (અચળા) દેવી રાણની કુક્ષિમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવને ઉત્પન્ન થયા.