________________
૨૭૭
સ્નાન કરાવ્યું, અને સુંદર વસ્ત્રાલંકાર પહેરાવી રાજા પાસે મોકલી. આ વખતે કુમારીનું રૂપ અથાગ હતું. તેથી આનંદ પામી રૂપી રાજાએ પિતાને વર્ષધર નામના દૂતને બોલાવીને કહ્યું, કે હમે ઘણે સ્થળે ફરો છો, તો આજના જેવો મહાન ઉત્સવ હમે ક્યાંઈ જોયો છે? દૂતે કહ્યુંઃ મહારાજા ! મિથિલા નગરીના કુંભરાજાની પુત્રી મલ્લીકુંવરીની જન્મગાંઠ વખતે થયેલા ઉત્સવ આગળ આપનો આ ઉત્સવ કાંઈ ગણત્રીમાં નથી, એમ કહી તેણે મલીકુંવરીના શરીર સૌંદર્યનું વર્ણન કર્યું. તે સાંભળી રાજાને મલ્લીકુંવરીને પરણવાની ઈચ્છા થઈ. તેથી કુંભરાજા પાસે તેણે પિતાને દૂત મોકલ્યો. કુંભરાજાએ ના કહી, તેથી જિતશત્રુ આદિ રાજાઓ સાથે સંપ કરી રૂપી રાજા મિથિલા પર ચડી આવ્યો. તેમાં મલ્લીકુંવરીની યુક્તિથી તેણે બોધ પામી દીક્ષા લીધી. અંતે સમેતશિખર પર અનશન કરી રૂપીરાજા મેક્ષમાં ગયા.
૧૯૪ રેવતી. મેઢક ગામમાં કોઈ એક શ્રેષ્ટિની તે પત્ની હતી. જેનશાસન પ્રત્યે તેને અતિશય પ્રેમ હોવાથી પ્રભુ મહાવીરની તે પરમ ઉપાસિકા હતી. એકવાર જ્યારે ગોશાળાએ પ્રભુ પર તેજુલેસ્યા ફેંકી અને પ્રભુને દેહ લેહખંડવાળો થયો, તે મટાડવાના હેતુથી પ્રભુએ પોતાના સિંહ નામના અણગારને રેવતીને ત્યાં મોકલ્યા. પ્રભુને થયેલા ઉપસર્ગથી રેવતી જ્ઞાત હતી, તેથી તેણે પ્રભુનું દરદ મટે તે માટે કોહળાપાક બનાવ્યો હતો, અને ઘરના માણસો માટે બીજોરાપાક બનાવ્યો હતો. સિંહ અણુગાર રેવતીને ત્યાં પધાર્યા કે તેણીએ મુનિને વંદન કરી કહ્યુંઃ મહારાજ, આજે મારું ઘર પાવન થયું. આપને શું જોઈએ ? સિંહઅણગાર બોલ્યાઃ પ્રભુએ મને તમારે ત્યાં બનાવેલો પાક વહેરી લાવવાની આજ્ઞા આપી છે. આ સાંભળી રેવતી હર્ષ પામી અને કોહળાપાક લઈ આવીને મુનિને વહોરાવવા લાગી. મુનિએ કહ્યું. આ તે હમે પ્રભુને માટે જ બનાવ્યો છે, તેથી તે અકલ્પનીય