________________
૨૭૫
૧૯૧ રાવણ
મુનિસુવ્રત સ્વામીના સમયમાં દક્ષિણ ભરતની લંકા નામની નગ– રીના તે પ્રતિવાસુદેવ રાજા હતા. તે ત્રણ ખંડના અધિપતિ હતા; એટલે અર્ધો ભરત તેના તાબામાં હતા. તેને કુંભકર્ણે અને વિભિષણ નામના એ ભાઈ ઓ હતા, તેમજ ઈંદ્રજિત આદિ અનેક પુત્રો અને મંદોદરી
.
આદિ અનેક રાણીઓ હતી. રાવણ મહા સમૃદ્ધિશાળી હોવા છતાં, તેને એક એવા નિયમ હતો કે જે સ્ત્રી પોતાને ન ઈચ્છે, તેને પરવું નહિ. આમ છતાં તે પેાતાની બહેનના ભંભેરવાથી એક દિવસ ઉશ્કેરાયા, અને શ્રી રામચંદ્રજીની સુશીલ પત્ની સીતાદેવીને ઉપાડી લાવ્યેા. આખરે યુદ્ધ થયું, તેણે પેાતાનું ચક્ર લક્ષ્મણ પર છેડયું, પરન્તુ વાસુદેવ લક્ષ્મણને તે કંઈ અસર ન કરી શકયું. જીહ્મણે તેજ ચક્ર પેાતાને હાથ કરી, તેજ ચક્ર વડે રાવણનું મૃત્યુ નીપજાવ્યું. રાવણ મૃત્યુ પામીને નરકમાં ગયા.*
૧૯૨ રૂકિમણી
તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણની રાણી અને વિદર્ભ દેશના ભીમક રાજાની પુત્રી હતી. તેણીનું રૂપ અથાગ હતું. એકવાર નારદે તેણીના રૂપના વખાણુ શ્રી કૃષ્ણ પાસે કર્યાં, આથી કૃષ્ણને તેણીની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. આ વખતે વિદર્ભમાં ભીમકના પુત્ર ફિકમ રાજગાદી પર હતા, તેનો પાસે કૃષ્ણે દૂત માકલ્યા રૂકિમ
*૨૪ તીર્થંકરા, ૧૨ ચક્રવતી, ૯ વાસુદેવા, ૯ પ્રતિવાસુદેવા અને ૯ મળદેવા એ ૬૩ શલાકા (શ્લાધ્ય) પુરુષા કહેવાય છે. ચક્રવર્તીની ગતિ મેાક્ષ, દેવલેાક અને નર્કની હાય છે, વાસુદેવા અને પ્રતિવાસુદેવા નના અધિકારી હેાય છે અને બળદવે દેવલાક અને મેક્ષના અધિકારી હોય છે. નરકે જનારા ચક્રવતી તથા વાસુદેવે થાડાક ભવા કરી છેવટે મેાક્ષના જ અધિકારી બને છે એવા જૈનાગમના સિદ્ધાન્ત છે. સં.