________________
૨૭૪
પ્રભુને વંદન કરવા ગયા. ત્યારબાદ સંયમ, તપ, ક્રિયામાં આત્માને ભાવતાં કૈવલ્યજ્ઞાન પામી રાજેમતી પણ મેાક્ષમાં ગયા.
ધન્ય છે, રાજેંમતી સમા બાળ બ્રહ્મચારી સતી-સાધ્વીને. તેમને આપણા ત્રિકાળ વંદન હાજો.
૧૯૦ રામ
તે મુનિસુવ્રત સ્વામીના વખતમાં બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના ભાઈ લક્ષ્મણ વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થયા. રામચંદ્ર અયેાધ્યાના સૂર્યવંશી રાજા દશરથના મોટા પુત્ર હતા. તેમની માતાનું નામ કૌશલ્યા. શ્રી રામ વિદેહ દેશના જનક રાજાની પુત્રી સીતાને પરણ્યા હતા. ઉંમર લાયક થતાં, તેમની અપર માતા કૈકેયીની સ્વા બુદ્ધિને કારણે પિતાના વચન પાલનને ખાતર તેમણે વનવાસ સ્વીકાર્યાં. તેમની સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં ગયાં; ત્યાં એક પણકુટિ આંધીને રહ્યા. રામ લક્ષ્મણની ગેરહાજરીના લાભ લઈ, લંકાનેા રાજા રાવણ સીતાનું હરણ કરી ગયા. સીતા મહાસતી હાઈ રાવણની દુર્બુદ્ધિને તામે થયા નહિ. રાવણની સ્ત્રી મંદોદરીએ પોતાના પતિને સતીને નહિ સંતાપતા પાછી સોંપી દેવાની વિનંતિ કરી, પરન્તુ ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ' એ અનુસાર ધમંડી રાવણે કોઈનું હિતકથન ગણકાર્યું નહિ. આખરે સીતાનેા પત્તો મળતાં, રામચંદ્ર તથા લક્ષ્મણે હનુમંત, સુગ્રીવ આદિ યાદ્દાઓની મદદ લઈ લંકા પર ચડાઈ કરી, ત્યાં લક્ષ્મણે પ્રતિવાસુદેવ રાજા રાવણને માર્યાં, અને તેનું રાજ્ય તેના ભાઈ વિભિષણને સાંપ્યું. ત્યારબાદ સીતાને લઈ રામચંદ્રજી વગેરે પાછા આવ્યા. વનવાસ કાળ પૂરા થયે તેઓ અયેાધ્યામાં આવ્યા અને રાજ્ય સંભાળ્યું. ઘણા વર્ષો સુધી તે લક્ષ્મણ સાથે રહ્યા. ત્યારબાદ લક્ષ્મણનું મૃત્યુ થતાં શ્રી રામે દીક્ષા લીધી; અને મહાતપ કરી તેઓ કૈવલ્ય જ્ઞાન પામી મેાક્ષમાં ગયા. (રામનું ખીજાં નામ પદ્મ પણ હતું.)