________________
૨૭૨
ધણાઓએ કહ્યું, પણ તેણે તેા તે બધી વાત તિરસ્કારી કાઢી, અને કહ્યું કે જગતમાં સ્ત્રીઓને એકજ પતિ હોઈ શકે. અને મ્હારા પતિએ જ્યારે આત્મ-સાધના કરવા માટે દીક્ષા લીધી છે, ત્યારે મ્હારે પણ તે જ રસ્તે જવું જોઈ એ. એમ કહીને રાજેમતી પણ દીક્ષા લઇને ચાલી નીકળ્યા અને તપસયમમાં આત્માને ભાવતાં વિચરવા લાગ્યા.
એકવાર રાજેમતી સાધ્વીજી તેમનાથ પ્રભુને વાંદીને પાછા આવે છે, તેવામાં વૃષ્ટિ થઈ અને પેાતાના કપડાં પાણીથી ભિંજાયાં. તે સૂકવવા માટે રસ્તામાં આવતી એક ગુફામાં તેએ દાખલ થયાં, અને ત્યાં તમામ કપડાં ઉતારી નગ્ન દશામાં રહી તે કપડાં સૂકવવા મૂક્યાં. આ તરફ તેમનાથ પ્રભુના ભાઈ રહનેમિ ( રથનેમિ ) એ પણ દીક્ષા લીધી હતી. તેઓ ગાચરી કરીને પ્રભુ પાસે વંદન કરવા જતા હતા; પણુ રસ્તામાં વૃષ્ટિ થવાથી તે પણ તે જ ગુફામાં પેડા, કે જ્યાં રાજેમતી ગયા હતા. ગુફામાં અંધકાર હતા, પણ રાજેમતીનું રૂપ દિવ્ય પ્રકાશ જેવું હતું. તેવામાં રહનેમિની નજર રાજેમતો ઉપર ગઈ. રાજેમતીને નગ્ન દશામાં જોતાંજ રહનેમિને કામવિકાર ઉત્પન્ન થયા. તે માહાંધ બની ગયા. તરતજ તે રાજેમતી પાસે આવી ખેલ્યા. અહા રાજેંમતિ, શું તમારૂં રૂપ છે ! આટલી નાની ઉંમરમાં તમારે દીક્ષા લેવી ચેાગ્ય નથી. વળી પણ ભાગ ભાગવવાની ઈચ્છા રાખું છું માટે મારી પાસે આવેા. આપણે સુખ ભાગવીએ. રાજેમતી ખેાલી:–અહેા રહનેમિ, તમે આ શું ખેલે છે ? સંસાર છેડી ત્યાગી થયા છતાં સ્ત્રી ભાગની આકાંક્ષા શું હજી તમે રાખી રહ્યા છે. ? રહનેમિ—હા. સંસાર છેડયા એ વાત ખરી, પણ હમારા જેવી સુંદર સ્ત્રી મળતી હાય તા સાધુપણું છેડી દેવુ... મને ઠીક લાગે છે. વળી આપણે અને સુખ ભાગ ભાગવશું અને પછી સાધુ ક્યાં નથી થઈ શકાતું ?