________________
૨૭૬
રાજાએ દૂતને કહ્યું કે તારા રાજા ગોવાળના પુત્ર છે, માટે તેની સાથે મારી બેન નહિ પરણાવું, તેને તેા શિશુપાળ રાજા સાથેજ પરણાવવી છે. આથી ક્રૂત વિદાય થયા. આ તરફ નારદઋષિએ રૂકિમણી પાસે જઈ કૃષ્ણનાં રૂપ ગુણના વખાણ કર્યાં, એટલે કિમણીની ફાઈની યુકિતથી કૃષ્ણને છાની રીતે વિદના ઉદ્યાનમાં ખેલાવવામાં આવ્યા, ત્યાં નાગદેવની પૂજા કરવાને બહાને રૂકિમણી પાતાની ફ્રાઇ સાથે તે ઉદ્યાનમાંના દેવળે ગઈ, ત્યાં શ્રી કૃષ્ણે આવી તેણીનું હરણ કર્યું, એજ વખતે રૂક્મિણીના વિવાહ પ્રસંગ હતા અને શિશુપાળ પાતાના સૈન્ય સાથે પરણવા માટે ત્યાં આવ્યા હતા. કિમણીના હરણના સમાચાર તરતજ શહેરમાં ફરી વળ્યા. એટલે શિશુપાળ તથા રૂકિમ રાજા ક્રેાધે ભરાયા; અને રૂકિમણીને પ્રપંચથી રથમાં બેસાડીને ઉપાડી જતાં કૃષ્ણ અને ખળભદ્રની તેઓએ પુ પકડી. બળભદ્રે તેમને સામનેા કર્યાં, અને કિમને પકડીને આંધ્યા, પરન્તુ છેવટે દયા લાવી તેને છેડી મૂકયા. શિશુપાળ પણ નિરાશ બની પાછે કર્યાં. શ્રી કૃષ્ણે દ્વારિકામાં પહોંચી જઈ રૂકમણી સાથે લગ્ન કર્યું. તેનાથી તેમને પ્રદ્યુમ્ન નામે મહાસમ પુત્ર થયા. આખરે દ્વારિકાના દાહ સાંભળ્યા પછી બીજી રાણી સાથે રૂકિમણીએ દીક્ષા લીધી અને આત્મ કલ્યાણ કર્યું.
૧૯૩ રૂપીરાજા
તે કુણાલ દેશની શ્રાવસ્તિ નગરીના રાજા હતા. પૂર્વ ભવમાં તે વસુ નામના રાજા અને મહાખલ કુમારના મિત્ર હતા. તે મહાબલ સાથે દીક્ષા લઈ સખ્ત તપ કરી જયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયા હતા. ત્યાંથી ચ્યવી શ્રાવસ્તિમાં તે રાજા થયા. તેને સુબાહુ નામે કુંવરી હતી. તેના ચાતુર્માસિક સ્નાનને ઉત્સવ આવવાથી, તે નિમિત્તે રાજમાગમાં પુષ્પના વિશાળ અને સુશોભિત મંડપ કરાવી વચ્ચે એક સુવર્ણની પાટ મૂકાવી તેનાપર સુબાહુ કુંવરીને બેસાડીને રાણીઓએ તેણીને