________________
ર૦
કાપીને ખળાં બનાવ્યાં. તેમાં તેને મસળી, સ્વચ્છ કરી તે ડાંગર વાસણમાં ભરી લીધી અને તેની રક્ષા કરવા લાગી.
પાંચમે વર્ષે ધન્નાએ તે દાણું પાછો માગવાને વિચાર કર્યો. એક દિવસે સ્વજન, મિત્ર, જ્ઞાતિ તથા પુત્રવધુઓ વગેરેને બેલાવી, ભેજન વગેરે જમાડી શેઠે તેમનું સન્માન કર્યું. ત્યારબાદ સૌથી પહેલાં મોટી પુત્રવધુને બોલાવીને પ્રથમ આપેલા પાંચ દાણું પાછા માગ્યા. ઉઝઝીયાએ કોઠારમાં જઈ તેમાંથી પાંચ દાણ લાવી ધન્નાસાર્થવાહને આપ્યા. ધન્નાસાર્થવાહે ઉઝઝીયાને સોગન આપીને કહ્યું કે હે પુત્રી, મેં તને જે પાંચ ડાંગરના દાણું આપ્યા હતા તે આ છે કે બીજા ? ઉઝઝીયાએ સત્ય હકીકત જાહેર કરતાં તે દાણા બીજા હોવાનું જણાવ્યું. ધન્ના સાર્થવાહ તેના પર ગુસ્સે થયે અને તેને ઘરનું ઝાડું કાઢવાનું, પાણી છાંટવાનું, છાણ વાસીદું કરવાનું તથા લીંપવા ગુંપવાનું વગેરે ઘરની બહારનું દાસ, દાસીનું કામ સોંપ્યું.
ત્યારબાદ બીજી ભગવતીને પૂછયું, તેણે પણ તેવો જ જવાબ આપ્યો. તેણી તે દાણ ખાઈ ગઈ હતી તેથી તેને ડાંગર ખાંડવાનું, ઘઉં દળવાનું, રસોઈ કરવાનું, વાસણ માંજવાનું, અને ઘરની અંદરનું પરચુરણ કામ સોંપવામાં આવ્યું.
ત્રીજી રક્ષિતા નામની પુત્રવધુ પાસે જ્યારે તે દાણ માગવામાં આવ્યા, ત્યારે તે ઘેર ગઈ અને રત્નના કરંડીયામાંથી વસ્ત્રથી બાંધેલા દાણ લાવી. જ્યારે તેને તેજ દાણ હોવા વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સઘળી સત્ય વાત નિવેદન કરી. ધના સાર્થવાહ આનંદ પામે અને તેણે સર્વ હીરા, માણેક, સુવર્ણ વગેરે ધનભંડારની કુંચીએ રક્ષિતાને સોંપી.
છેવટે રહિણી નામની ચોથી પુત્રવધુને પૂછવામાં આવ્યું. ત્યારે તેણે કહ્યું –“હે તાત ! મને પુષ્કળ ગાડા ગાડીઓ આપો, જેથી હું