________________
દેશના સાંભળી તમામ જીવો પેત પિતાનું વૈર ભૂલી ગયા; તે મુજબ ચંડપ્રદ્યોતને વિકાર અને મૃગાવતી પરનો ક્રોધ શાંત થઈ ગયે. દેશના સાંભળી મૃગાવતીએ પ્રભુને કહ્યું --નાથ, આપની વાણું ખરેખર પતિતોને ઉદ્ધાર કરનારી છે. પ્રભુ! હું આપની પાસે સંયમ લેવા ઈચ્છું છું, તો રાજા ચંડપ્રદ્યોતની આજ્ઞા લઈને હું દીક્ષિત બનીશ. તરતજ મૃગાવતી ચંડપ્રદ્યોત પાસે આવી અને બોલી:રાજન, હમે મારા પિતા તુલ્ય છે, હું દીક્ષિત થવા ઈચ્છું છું. અને આ ઉદાયનકુમારને તમને સોંપું છું. આજ્ઞા આપે તો દીક્ષા લઉં. ગમે તેવા વિકારી અને પાપી મનુષ્યો સતીના શિયળના પ્રકાશ આગળ શાંત બની જાય છે તે મુજબ ચંડપ્રદ્યોત શાંત અને નિર્વિકારી બન્યો. તેણે કહ્યું પુત્રી, ખુશીથી હમે દીક્ષા લઈ જૈન માર્ગ દિપાવો. હું તમારા પુત્રનું રક્ષણ કરીશ. આ પ્રમાણે આજ્ઞા મળવાથી મૃગાવતીએ દીક્ષા લીધી. મૃગાવતી ચંદનબાળા સાધ્વીની શિષ્યા બની. ઉદાયનને કૌશાંબીના રાજ્યાસને સ્થાપી ચંડપ્રદ્યોત પિતાના વતનમાં ગયે.
એક વખત ચંદ્ર અને સૂર્યદેવ વિમાનમાં બેસી પ્રભુને વાંદવા આવ્યા હતા. તે વખતે ચંદનબાળા પણ મૃગાવતી સાથે પ્રભુવંદના આવ્યા હતા. પિતાને ઉઠવાને સમય જાણી ચંદનબાળા પિતાના ઉપાશ્રયે ગયા. પણ મૃગાવતી હજુ દિવસ છે એમ ધારી ત્યાં જ બેસી રહ્યા. ચંદ્રસૂર્ય ત્યાંથી વિદાય થયા કે તરત જ રાત્રી પડી, આથી ભય પામી મૃગાવતી શીધ્ર ઉપાશ્રયે આવ્યા. તે વખતે ચંદનબાળાએ મૃગાવતીને કહ્યું કે તમારા જેવી કુલિન સન્નારીને રાત્રે એકલાં બહાર રહેવું એ શું ચગ્ય છે? મૃગાવતીને પિતાની ભૂલને પશ્ચાત્તાપ થયો. તેણે ચંદનબાળાની ક્ષમા માગી; છતાં પિતાની ભૂલને ડાઘ હદયમાંથી ખસ્યો નહિ. મૃગાવતી વધુ પશ્ચાત્તાપ કરતાં શુભ ભાવનાએ ચડ્યાં અને ઘાતી કર્મને ક્ષય થતાં જ તેમને