________________
૨૫૯
શ્રી ગૌતમસ્વામીને દેખી મૃગાવતી આનંદ પામી. પ્રેમપૂર્વક નમસ્કાર કરી આગમનનું કારણ પૂછ્યું. શ્રી ગૌતમે મૃગાવતીના પુત્રને જોવાની ઈચ્છા જણાવી. મૃગાવતીએ પિતાના બીજા ચાર પુત્રોને તેમની પાસે લાવી બતાવ્યા. ગૌતમે કહ્યું –આ પુ નહિ, પરંતુ તમે જે ગુપ્ત ભોંયરામાં રાખે છે, તેને જોવાની મારી ઈચ્છા છે. મૃગાવતી આશ્ચર્ય પામી. વાત ક્યાંથી જાણી, તે પૂછયું. ગૌતમે જવાબ આપ્યો–મહારા ધર્માચાર્ય ત્રિકાળજ્ઞાની શ્રી મહાવીર પ્રભુના કહેવાથી. મૃગાવતીએ બતાવવા કહ્યું અને પોતાની પાછળ પાછળ વસ્ત્ર આડું રાખીને આવવા જણાવ્યું. મૃગાવતી એક હાની ગાડી લઈ તેમાં ખાવાની વસ્તુઓ મૂકી ખેંચતી ખેંચતી ભેંયરામાં દાખલ થઈ ગૌતમસ્વામી પણ તેની પાછળ પાછળ ચાલ્યા અને તેઓ બાળક પાસે આવ્યાં. બાળકની સ્થીતિ જોતાં જ ગૌતમસ્વામી ચમક્યા અને કર્મના અચળ સિદ્ધાંત પર વિચાર કરવા લાગ્યા. પૂર્વભવમાં આ મૃગાપુત્રે મહાન પાપ કર્મ ઉપરાળ્યું હશે જેના વડે આ નારકી જેવું દુઃખ ભોગવે છે. ત્યાર બાદ ગૌતમસ્વામી ત્યાંથી પ્રભુ પાસે ગયા. સર્વ વાત વિદિત કરી. મૃગાપુત્રને પૂર્વભવ પૂ. પ્રભુ મહાવીરે તેને પૂર્વભવ ( શરૂઆતની વાર્તામાં કહ્યો તે ) કહી સંભળાવ્યો. ત્યાર પછીની સ્થીતિ શ્રી ગૌતમે પૂછી. શ્રી પ્રભુએ ઉત્તર આપે –હે ગૌતમ, મૃગાપુત્ર ૨૬ વર્ષનું આયુષ્ય ભોગવી સિંહ થશે, ત્યાંથી પહેલી નરકે જશે. ત્યાંથી ચ્યવી તે ઘો નાળી) થશે. ત્યાંથી બીજી નરકમાં જશે, ત્યાંથી પક્ષી થશે, ત્યાંથી ત્રીજી નરકમાં જશે, એમ સાત નરક સુધી જશે. એમ અનંત સંસાર પરિભ્રમણ કરતાં કરતાં મનુષ્ય જન્મમાં આવીને દીક્ષા લેશે અને પહેલા દેવલોકમાં જશે. ત્યાંથી ચ્યવી આખરે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મોક્ષગતિને પામશે.