________________
૨૫૭. હ, એટલું જ નહિ પણ ગામમાં ચેરીઓ કરાવી, રસ્તે જતાં લોકોને લુંટી, પોતાની તિજોરીમાં ધન ભેગું કરતો. પ્રજા તેનાથી ત્રાસ ત્રાસ પોકારી રહી હતી. છતાં તે બેપરવાહ બનીને પ્રજાને નિર્ધન બનાવી, દુઃખી કરતો અને પોતે સ્વછંદપણે મેજ શેખ કરી દિવસે વીતાવતો હતો. એકવાર આ એકાઈ રાઠોડના શરીરમાં સોળ પ્રકારના મહા રોગ ઉત્પન્ન થયા, રાઠોડ દુઃખથી પીડાવા લાગ્યો. ગામમાં ઢંઢેરો પીટાવી ઘણું વૈદ દાક્તરને ઉપચાર અર્થે તેણે તેડાવ્યા, પરંતુ તેને એક પણ રોગ મટયો નહિ. મહાવેદના પામી, અઢીસો વર્ષનું આયુષ્ય ભોગવી તે પાપકર્મના ઉદયથી મરણ પામીને રતનપ્રભા નામે પહેલી નરકમાં ગયો.
ત્યાંથી નીકળીને, તે મૃગાગામ નામના નગરમાં વિજયક્ષત્રિય રાજાની મૃગાવતી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાં જ મૃગાવતી રાણીના શરીરમાં અતુલ વેદના થઈ. જે દિવસે મૃગાવતીના શરીરમાં આ ગર્ભ આવ્યો, તે જ દિવસથી વિજયક્ષત્રિય રાજાની પ્રીતિ મૃગાવતી ઉપરથી ઓછી થઈ મૃગાવતીએ વિચાર કર્યો કે રાજા મારાપર પહેલાં ઘણું જ પ્રીતિ રાખતા. પરંતુ જ્યારથી આ ગર્ભ પેટમાં આવ્યો છે, ત્યારથી રાજાની મારા પર અપ્રીતિ થઈ છે, માટે આ ગર્ભને ઔષધ વગેરેથી પાડી નાખ, એમ ધારી તે ગર્ભપાતને માટે ઘણું ઉપચાર કરવા લાગી, છતાં ગર્ભપતન થયું નહિ, તેથી તે ઉદાસીન ભાવે રક્ષણ કરવા લાગી.
તે બાળકને ગર્ભાવસ્થામાંથી ભસ્માગ્નિ નામનો રોગ થયો હતો. તેથી બાળક જે વસ્તુને આહાર કરે તે વસ્તુ તત્કાળ વિધ્વંસ થઈને રક્ત (લોહી) થઈ જાય. નવ માસ પૂર્ણ થતાં મૃગાવતીએ તે પુત્રને જન્મ આપ્યો. નામ મૃગાપુત્ર. જન્મતાં જ તે આંધળો, હેરે, મેંગે, અંગોપાંગ રહિત, માત્ર ઈકિયેના આકાર રુપે હતો. આવું ભયંકર બાળક જોઈને મૃગાવતીએ ભયભીત બની, ત્રાસ પામીને તેને ઉકરડામાં ફેંકી દેવાનો વિચાર કર્યો.