________________
૨૪૮
ટાઢ હેય, તે પણ પ્રભુ કદી હાથ સંકેચતા નહિ, સખ્ત ઉનાળો હોય, છતાં પ્રભુ તે સ્થળે ખુલ્લા પગે ઉભા રહી તપ કરતા હતા. દીક્ષા વખતે પ્રભુને કરવામાં આવેલા સુગંધી દ્રવ્યના વિલેપથી ભમરા, મધમાખ વગેરે અનેક જંતુઓ ચાર માસ સુધી ડંખ મારી લેતી ચૂસતા હતા, છતાં શ્રી પ્રભુએ તેમને ઉડાડવાનો જરા પણ પ્રયાસ કર્યો ન હતો.
ભગવાન કોઈ વખત નિર્જન ઝુંપડાઓમાં, પાણી પીવાની પરબમાં, લુહાર વગેરેની કેડમાં, અથવા ઘાસની ગંજીઓ નીચે રહેતા; કઈ વખતે બાગમાં, પરામાં કે શહેરમાં રહેતા, અને કોઈ કઈવાર સ્મશાન, નિર્જન સ્થળ, ઝાડ, ગુફાઓ વગેરે ઠેકાણે રહેતા,
જ્યાં તેમને અનેક પ્રકારના પરિસહ પડતાં. જ્યારે પ્રભુ અનાર્ય દેશમાં ગયા હતા, ત્યારે તો તેમના પર આવેલા પરિસહ અવર્ણન નિય હતા. અનાર્ય વસ્તી, ધર્મને કઈ સમજે નહિ, એટલે પ્રભુ વહેરવા જાય તો આહારના બદલે માર, અને પાણીને બદલે પ્રહાર મળતો. પ્રભુની પાછળ અનાર્ય લોકે કૂતરા દોડાવે, પ્રભુને કરડાવે, કઈ લાકડી ભારે, કેઈ પત્થર ફેકે, એવી દશાને આ ક્ષમાસાગર પ્રભુ આત્મ કલ્યાણના સાધનભૂત ગણી આ સર્વ સમભાવે સહન કરે.
દેવોએ પણ પ્રભુને ધ્યાનથી ચળાવવા, સર્પના, વિંછીના, હાથીના, સિંહના એમ અનેક રૂપ કરી ખૂબ પરિસહ આપેલે, પણ કરૂણસિંધુ શ્રી પ્રભુ એ સર્વ સહન કરતા.
ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં પ્રભુ મહાવીરના છ એક શય્યાપાલકના કાનમાં ઉનું ધગધગતું સીસું રેડાવ્યું હતું, તે મહાન નિકાચિત કર્મને ઉદય પ્રભુને આ ભવમાં આવ્યો હતો. એકવાર પ્રભુ મહાવીર કાયેત્સર્ગ ધ્યાનમાં હતા, તેવામાં કઈ એક ભરવાડ પોતાના બે બળદને પ્રભુની સમીપમાં ચરતા મૂકી ચાલ્યા ગયા. બળદ ચરતા