________________
૨૪૬ પ્રાયશ્ચિત લઈ કૈવલ્યજ્ઞાન પામી તેઓ મેક્ષમાં ગયા. મહાપદમે ત્યારબાદ દીક્ષા લીધી અને સન્ત તપશ્ચર્યા શરૂ કરી. છેવટે ૩૦ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મહાપ કૈવલ્યજ્ઞાન પામી મેક્ષમાં ગયા.
૧૭૭ પ્રભુ મહાવીર મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની રાણું ત્રિશલાદેવીની કુક્ષિ શ્રી મહાવીર પ્રભુ આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ચિત્ર શુદિ તેરસે જન્મ્યા હતા. મહાવીર પ્રભુનો જન્મ થવાથી રાજ્યમાં અગણિત ધન ધાન્યની વૃદ્ધિ થઈ તેથી તેમનું નામ વર્ષ માનકુમાર પાડવામાં આવ્યું. પ્રભુ મહાવીરના જીવે ઋષભદેવ ભગવાનના વખતમાં ભરતપુત્ર મરિચીના ભાવમાં પિતે વાસુદેવ, ચક્રવર્તી તથા તીર્થંકર થશે, તેનું અભિમાન કર્યું હતું, તેથી તેઓ બ્રાહ્મણકુંડગ્રામમાં રૂષભદત્ત બ્રાહ્મણને ત્યાં તેની દેવાનંદા બ્રાહ્મણના ગર્ભમાં ઉત્પન્ન થયા હતા. પરંતુ તીર્થકરો કદાપિ ભિક્ષુક કુળમાં જન્મ પામે નહિ, તેથી હરિણગમેલી દેવે પ્રભુ મહાવીરના જીવનું ૮૩મી રાત્રિએ દેવાનંદાની કુક્ષિમાંથી સાહરણ કર્યું, અને તે ગર્ભ ત્રિશલાદેવીની કુક્ષિમાં મૂકો, અને ત્યાં પ્રભુ મહાવીરને જન્મ થયો. (આમ ગર્ભ ઉલટાવવામાં પણ હરિણગમેલી દેવને હેતુ હતો. માત્ર અન્યાય જ ન હતો. કારણ કે પૂર્વે દેવાનંદા અને ત્રિશલા બંને દેરાણી જેઠાણુ હતા અને દેવાનંદાએ પોતાની દેરાણી ત્રિશલાને રત્નનો કરંડીચો છાને માને ચેરી લીધે હતે. ત્રિશલાના જીવે તે વખતે ઘણું કહ્યું, છતાં દેવાનંદાએ તે રત્નને કરંડીચો પાછો આપ્યો નહિ; પણ પચાવી પાડે.તે નિકચિત કર્મનો આ વખતે ઉદય આવવાથી દેવાનંદાનો રત્ન સમાન પ્રભુ મહાવીરનો જીવ દેવે સાહરણ કર્યો.) ગર્ભમાં ત્રિશલા માતાને દુઃખ
* તીર્થકરો હમેશાં ક્ષત્રિયકુળમાં જ જમે છે. શાસ્ત્રકારોએ બ્રાહ્મણકુળને ભિક્ષુકકુળ ગણ ભ. મહાવીરના સંબંધમાં અનંતકાળે આ અરૂ (આશ્ચર્ય) થયું માન્યું છે.